હેપ્પી બર્થ ડે ગૌરી : 6 વર્ષથી SP સાહેબની ફેમીલી મનાવી રહી છે ગાય ગૌરીનો જન્મદિવસ, જુઓ દિલચસ્પ વીડિયો

પશુ પ્રેમીઓ પ્રાણીઓને તેમના પરિવારનો ભાગ માને છે. સાથે જ લોકો ગાયને માતાનો દરજ્જો આપે છે. ભારતમાં અને ખાસ કરીને હિન્દુઓમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર ગાયના વીડિયો સામે આવતા રહે છે અને યુઝર્સ પણ ગાયના વીડિયોને પસંદ કરે છે. ત્યારે હાલમાં ગાયનો જે વીડિયો સામે આવ્યો છે, તે ખરેખર સરસ છે. એક પોલીસ અધિકારીના પરિવારે તેમની ગાય ગૌરીનો જન્મદિવસ ઉજવ્યો.

આ છેલ્લા 6 વર્ષથી સતત ચાલી રહ્યુ છે. જબલપુરમાં ઇકોનોમિક ઓફેન્સીસ સેલ-EOW માં પોલીસ અધિક્ષક દેવેન્દ્ર પ્રતાપ સિંહ રાજપૂતે કહ્યુ કે, “ગૌરીનો જન્મ વર્ષ 2017માં થયો હતો. ત્યારથી અમે દર વર્ષે તેનો જન્મદિવસ ઉજવીએ છીએ. હાલમાં ગૌરી દમોહના હિંડોરિયામાં છે.  તેઓ કહે છે કે, મારા પુત્ર ચિરાગ અને પત્ની સિવાય અન્ય લોકો તેના જન્મદિવસ પર હાજર રહ્યા હતા. ગૌરીને જન્મ આપનાર શ્યામા ગાય પણ મારા પરિવારનો મહત્વનો ભાગ છે.”

વીડિયોમાં જોઇ શકાય છે કે, ગૌરીના જન્મદિવસ પર પરિવાર કેક કાપી રહ્યો છે. તેના જન્મદિવસ પર ગૌરીની પૂજા પણ કરવામાં આવી. દેવેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવું છે કે ગાય ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ગાયમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ગાયને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ  મામલો મધ્યપ્રદેશના દમોહનો છે.

વીડિયોમાં તમે જોઇ શકો છે કે, બે ગાય જોવા મળી રહી છે અને સાથે જ બે મહિલાઓ પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત વીડિયો જોતા એવું લાગી રહ્યુ છે કે, જેણે વીડિયો ઉતાર્યો છે તે હેપ્પી બર્થ ડે ટુ યુ ગૌરી ગીત ગાઇ રહ્યા છે અને એક મહિલા ગૌરીના નામની કેક પણ કાપી રહી છે.

Shah Jina