આ વ્યક્તિએ ગાય પ્રત્યેના પ્રેમે દિલ જીતી લીધું, પાલતુ ગાયનું થયું નિધન, તો પરિવારે ઘરના સભ્યની જેમ કાઢી અંતિમ યાત્રા, લોકો પણ થયા ભાવુક

ગાય માતાનું નિધન થતા હૈયાફાટ રૂદનની ચીસોથી માહોલ ગમગીન, જુઓ PHOTOS

આપણા દેશની અંદર  ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે જ વાર તહેવારે ગાયની પણ પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને પોતાની પાલતુ ગાય સાથે અદમ્ય લાગણી પણ બંધાઈ ગઈ હોય છે, તે પોતાની ગાયને પરિવારના સભ્યની જેમ જ સાચવતા હોય છે. ત્યારે જો આવા સમયે ગાયનું અવસાન થાય તો જાણે પરિવારના કોઈ સભ્યનું અવસાન થયું હોય તેમ લાગે.

આવો જ એક મામલો મધ્યપ્રદેશના ઝાબુઆમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ગાયના માલિકે તેના નિધન બાદ તેને પરિવારના સભ્યની જેમ અંતિમ વિદાય આપી. આ મામલો ઝાબુઆ જિલ્લાના થંડલાનો છે. જ્યાંના આત્મા રામની પાલતુ ગાય રાનીનું રવિવારે બીમારીના કારણે નિધન થયું હતું.

આત્મા રામે રાનીનો ઉછેર પોતાના બાળકોની જેમ કર્યો હતો, તેથી ગાયના નિધનથી આખો પરિવાર ખૂબ જ દુઃખી થઈ ગયો. સામાન્ય રીતે ગાયના મૃત્યુની જાણ મહાનગરપાલિકાને કરવામાં આવે છે, પરંતુ આત્મારામના પરિવારે નક્કી કર્યું કે તેઓ પરિવારના સભ્યની જેમ તેમની ગાયને અંતિમ વિદાય આપશે. આ પછી ટ્રેક્ટર ટ્રોલીને શણગારવામાં આવી હતી.

જેમાં ગાય રાનીનો મૃતદેહ તે ટ્રોલી પર મૂકવામાં આવ્યો, ત્યારબાદ પરિવારના તમામ સભ્યો અને પડોશીઓએ ભીની આંખે તેને વિદાય આપી. બેન્ડવેગન સાથે છેલ્લી યાત્રા થાંદલાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. અંતે સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્લા મેદાનમાં રાણીનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.

Niraj Patel