ખબર

બાપ રે, IIT મુંબઇમાં ગાય આવી ગઇ પછી શું થયું?

આઈઆઈટી બોમ્બે(IIT-Bombay) ની હોસ્ટેલમાં અમુક સમય પહેલા જ એવી ઘટના બની હતી કે, દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા. દરેક વખતની જેમ આ વખતે પણ આઈઆઈટી-બોમ્બેનું ચર્ચામાં આવવાનું કારણ પણ એક ગાય જ છે.

Image Source

ઘટના કંઈક એવી હતી કે હોસ્ટેલના ત્રણ નંબરમાં અચાનક જ એક ગાય ઘુંસી ગઈ હતી અને વિદ્યાર્થીઓના પુસ્તકોને પણ ચાવીને ખાઈ ગઈ હતી, આ ઘટનાથી દરેક હેરાન રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ ગાયની તસ્વીર ખુબ વાઇરલ થઇ રહી છે.

Image Source

એવામાં એક વિદ્યાર્થીએ કહ્યું કે,”ગાયનું હોસ્ટેલમાં આવવું કોઈ મોટી વાત નથી, અહીં મોટાભાગે અંદર ગાયો આવતી  જ રહે છે, પણ આ વખતે ગાય રૂમમાં જ ઘુંસી ગઈ અને પુસ્તકના પાના ચાવી ગઈ હતી. માત્ર ગાય જ નહિ કુતરાઓ પણ અહીં હોસ્ટેલના કૈમ્પસમાં ઘુંસી જાય છે. ઇન્સ્ટિયૂટે તેના માટે મોટા પગલાં લેવા જોઈએ”.

સોશિયલ મીડિયા પર આ ગાયની ઘટના જોઈને એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે,”આ વિસ્તારમાં કૂતરાઓની વધતી સંખ્યાને લીધે આવી ઘટના તો સાંભળવા મળતી જ હોય છે, પણ હોસ્ટેલમાં ગાય ઘુંસી જવાની ઘટના ખુબ ભાગ્યે જ સાંભળવા મળે છે. એવામાં આવી ઘટનાઓ વધવા લાગી છે, તેના માટેના ઉપાયો કરવા જોઈએ”.

જણાવી દઈએ કે તેની પહેલા પણ એકવાર ગાય કૈમ્પસમાં ઘુંસી ગઈ હતી અને એક વિદ્યાર્થીને ઘાયલ કર્યો હતો. એવામાં હવે ગાય પુસ્તકોના પન્ના પણ ખાવા લાગી છે.

Image Source

તેની પહેલા એકવાર ગાય બોમ્બેના કલાસરૂમમાં ઘુંસી ગઈ હતી. ક્લાસરૂમમાં ગાય ઘૂંસી જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની ગયો હતો.

Image Source

વાઇરલ તસ્વીરો પર અધિકારીઓએ સવાલ ઉઠાવતા કહ્યું છે કે એ વાતની કોઈ પાકી જાણકારી નથી કે તસ્વીરો આઈઆઈટી બોમ્બે કૈમ્પસની અંદરની જ છે. જો કે તેઓ આ બાબત પર કડક પગલાં ચોક્કસ લેશે.

Image Source

આઈઆઈટી અધિકારીઓએ કહ્યું કે,”પશુઓના કૈમ્પસમાં ઘૂંસવા પર કડક પગલાં લેવામાં આવશે. આ સિવાય સિક્યોરિટી ગાર્ડને પણ કહી દેવામાં આવ્યું છે કે તેઓ આવા પશુઓને હોસ્ટેલ કૈમ્પસ સુધી આવવા ન દે. આ સિવાય આઈઆઈટી બોમ્બેએ આ સમસ્યા માટે એનજીઓની પણ મદદ માંગી છે જેથી પશુઓને હોસ્ટેલ કૈમ્પસથી દૂર રાખી શકે.

જુઓ ક્લાસરૂમમાં ગાય ઘુંસી જવાનો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks