Video: ગાયને લાગ્યો પાણી પુરીનો ચટકો, IPSએ કહ્યું, આ તો બધાની ફેવરીટ છે

ઈન્ટરનેટ પર રોજ ઘણા ફની વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં લગ્નના અને નાના બાળકોના અને ખાવાપીવાના વીડિયો બહુ ટ્રેન્ડ થઈ રહ્યા છે. લોકો ઘરે કઈ પણ નવુ જમવાનું બનાવે તો પણ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતા રહે છે. આ ઉપરાંત પ્રાણીઓને લગતા વીડિયો પણ લોકોને બહુ પસંદ આવે છે.

આજે અમે તમને જે વીડિયો વિશે વાત કરવાના છીએ તે કઈંક હટકે છે. કારણ કે છોકરીઓને તો પાણીપુરી બહુ ભાવતી હોય છે તે તો આપણને ખબર જ છે પરંતુ શું કોઈ ગાય પાણીપુરી ખાય! આ વાત સાંભળવામાં ભલે થોડી વિચિત્ર લાગે પણ આ હકીકત છે. હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમા એક ગાય તેના બચ્ચા સાથે પાણીપુરી ખાઈ રહી છે. આ વીડિયો જોઈને લોકો પોતાની સ્માઈલ રોકી શકતા નથી.

જેમણે પણ આ વીડિયો જોયો તે પોતાની પ્રતિક્રિયા આપ્યા વિના ન રહ્યો. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પાણીપુરી વાળો ભાઈ ગાય અને તેના વાછરડાને પાણીપુરી ખવડાવી રહ્યો છે અને સામે ગાય પણ તેનો સ્વાદ માણી રહી છે. કારણ કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ગાય આ રીતે પાણીપુરી ખાતી હોય. પ્રાણી રોટલી જેવી વસ્તુઓ ખાતા હોય છે પણ પાણીપુરી તો નહીં. આ પહેલીવાર બન્યુ જેથી લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા.

આ વાયરલ થયેલા વીડિયોને @ipskabra નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 30 હજારથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. જેના પર અનેક લોકોએ કોમેન્ટ પણ કરી છે. જેમાના એક યૂઝરે લખ્યું કે, પાણીપુરી બધાની ફેવરીટ છે. હાલમાં આ વીડિયોએ બધાનું દિલ જીતી લીધુ છે. નાના બાળકોથી માંડીને વયસ્કો પણ આ વીડિયો વારંવાર જોઈ રહ્યા છે.

YC