રોકડ ઉપાડવા ATMમાં આવ્યો ગ્રાહક, અંદર મળી ગાય અને તેનું ગોબર, નાક પર ટીશર્ટ રાખી એવી રીતે નીકાળ્યા પૈસા કે જોઇને તમને પણ આવી જશે ઉલટી, જુઓ વીડિયો

ગાયે ATMને બનાવી લીધુ ઘર, ગોબર એટલું કે નાક બંધ કરી નીકાળવા પડ્યા પૈસા, વીડિયો જોઈને હસી હસીને ઊંધા થઇ જશો

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે. ઘણીવાર કેટલાક લોકો ફની રીતે કંઇક કરતા હોય છે અને ત્યારે તેમના વીડિયો કોઇ બીજા દ્વારા ક્લિક કરી તેને વાયરલ કરી દેવામાં આવે છે. ત્યારે ઘણીવાર અકસ્માત હોય કે મારપીટ તેના વીડિયો પણ વાયરલ થાય છે. આવા વીડિયો જોઇ કેટલાક લોકો પરેશાન પણ થઈ જતા હોય છે અને કેટલાક આશ્ચર્યચકિત પણ થઈ જાય છે.

હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે,જે જોઇને કદાચ તમે તમારી હસી નહિ રોકી શકો. જ્યારે લોકો એટીએમ બૂથની મુલાકાત લે છે ત્યારે બહાર લોકોની લાઈન, અંદર એ.સી.ની હવા અને બીજુ ઘણુ બધુ… આ સિવાય જો કોઈ નસીબદાર હોય તો તેને રોકડ પણ મળી જાય છે. નોટબંધી પછી આ રેખા થોડી વધુ મનમાં રહે છે. હવે ATMમાં ગાય અને ગોબર મળી આવે તો…વિચિત્ર લાગ્યુને તમને…

આવો એક વીડિયો સામે આવ્યો છે, જે મધ્યપ્રદેશનો છે. અહીં ગાયે એટીએમ બૂથને પોતાનું ઘર બનાવ્યું. અહીં લોકો પૈસા નીકાળવા આવે તો તેમને ગોબરની સ્મેલ અને ગાય નડે છે. આવો એક વિડિયો સામે આવ્યો છે. જે એમપીના રીવા જિલ્લાનો છે. અહીં નાઈગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ATMમાં એક ગાયે ઘર બનાવી લીધું છે. જો લોકો અહીં પૈસા ઉપાડવા જાય તો તેમને ગાયનું છાણ અને તેની ગંધ વધારામાં મળે છે. કાકા-ભત્રીજાની જોડી એટીએમમાં ​​પૈસા ઉપાડવા ગઈ ત્યારે

ત્યાંનુ દ્રશ્ય જોઈ તેઓ બોલ્યા- વાહ શું દ્રશ્ય છે. એટીએમ બૂથમાં એક મશીન હતું. મશીનમાં રોકડ રકમ હતી અને મશીનની આગળ એક ગાય હતી. ગાયે છાણ કર્યું હતું. આખું એટીએમ બૂથ ગાયના છાણથી ભરેલું હતું. જો કે, છોકરાને ગાય અને છાણ સાથે રોકડ મળી ગઇ હતી. દુર્ગંધથી પરેશાન કાકા નાક પર ટી-શર્ટ રાખી પૈસા ઉપાડી રહ્યા અને પાછળ ઉભેલ ભત્રીજો આ વીડિયો બનાવી રહ્યો હતો. ઘણા લોકો આનાથી નારાજ છે. આ વીડિયો જોઈને કેટલાક લોકો હસી રહ્યા છે.

Shah Jina