ખબર

અમેરિકી કંપનીએ શોધ્યો કોરોનાનો ઈલાજ, કહ્યું કે ગાયની આવસ્તુથી બનશે દવા

દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની હજુ સુધી કોઈ ઈલાજ નથી શોધાયો. વૈજ્ઞાનિકો દિવસ અને રાત કોરોના વાયરસની રસી શોધે છે. હવે કોરોના વાયરસનો અંત લાવવા માટે વૈજ્ઞાનિકોએ એક ઈલાજ શોધ્યો છે.

Image Source

ગાયના શરીરમાં આ ઉપચાર છે. ગાયના શરીરમાંથી એન્ટિબોડીઝનો ઉપયોગ કરીને કોરોના વાયરસને દૂર કરવામાં સફળ થઈ શકે છે. અમેરિકા સ્થિત બાયોટેક કંપની સૈબ બાયોથેરાપ્યુટિક્સએ આ દાવો કર્યો છે. કંપની ટૂંક સમયમાં તેનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંક્રમક બીમારીના ફિઝીશ્યન અમેશ અદાલજાએ જણાવ્યું હતું કે, આ દાવો ખૂબ સકારાત્મક, વિશ્વસનીય અને આશાસ્પદ છે. કોરોના વાયરસને હરાવવા માટે અમને જુદા જુદા શસ્ત્રોની જરૂર પડશે. વૈજ્ઞાનિકોએ સામાન્ય રીતે પ્રયોગશાળાઓમાં કોષો અથવા તમાકુના છોડ પર એન્ટિબોડીઝની તપાસ કરે છે. પરંતુ બાયોથેરાપ્યુટિક્સ 20 વર્ષથી ગાયોમાં એન્ટિબોડીઝ વિકસાવી રહ્યા છે.

Image Source

આ કંપની આનુવંશિક ફેરફારો કરે છે. જેથી તેમના રોગપ્રતિકારક કોષો વધુ વિકસી શકે અને જોખમી રોગો સામે લડીશકે. આ સાથે જ ગાયો મોટી માત્રામાં એન્ટિબોડીઝ બનાવે છે જેનો ઉપયોગ મનુષ્યને ઇલાજ કરવા માટે થઈ શકે છે. પીટસબર્ગ યુનિવર્સિટીના ઇમ્યુનોલોજિસ્ટ વિલિયમ ક્લેમસ્ટ્રાએ જણાવ્યું હતું કે આ કંપનીની ગાયોના એન્ટિબોડીઝમાં કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને ખતમ કરવાની શક્તિ છે. ગાય પોતે જ બાયરોએક્ટર છે. તે ભયંકરથી ભયંકર રોગો સામે લડવા માટે એન્ટિબોડીઝનો વિશાળ જથ્થો બનાવે છે.

સૈબ બાયોથેરાપ્યુટિક્સના સીઈઓ એડી સુલિવાનને જણાવ્યું હતું કે, ગાયોમાં અન્ય નાના સજીવો કરતા વધુ લોહી હોય છે. તેથી તેમના શરીરમાં એન્ટિબોડીઝ પણ ખૂબ બને છે. જે પાછળથી સુધારીને માણસોમાં ઉપયોગમાં લઈ શકાય છે. એડીએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વની મોટાભાગની કંપનીઓ કોરોના વાયરસ સામે લડવા માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ વિકસાવી રહી છે. જ્યારે ગાયની સારી બાબત એ છે કે તેઓ પોલીક્લોનલ એન્ટિબોડીઝ બનાવે છે. તેઓ કોઈપણ વાયરસને ખતમ કરવાને મામલે મોનોક્લોનલ એન્ટિબોડી કરતા વધુ સક્ષમ છે.

Image Source

સુલિવાને જણાવ્યું હતું કે,7 અઠવાડીયામાં ગાયના શરીરમાં કોરોના વાયરસ સામે લડવા એન્ટિબોડી તૈયાર થઇ રહી છે. આ સમય દરમિયાન ગાય વધુ બીમાર નથી પડતી. એક તપાસ દરમિયાન ખબર પડી કે, ગાયના શરીરમાં બની રહેલા એન્ટિબોડીઝે કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને મારીખતમ કરી નાખ્યા હતા. જ્યારે ગાયના પ્લાઝ્માનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તે માનવ પ્લાઝ્મા ઉપચાર એટલે કે કોઓલેન્ટ પ્લાઝ્મા ઉપચાર કરતા ચાર ગણા વધારે શક્તિશાળી છે. આ કોરોના વાયરસને માનવ શરીરના કોષોમાં પ્રવેશવાની મંજૂરી આપતું નથી.

Image Source

એડીએ વધુમાં જણાવ્યું હતું કે થોડા અઠવાડિયામાં ગાયના એન્ટિબોડીઝની માનવ એન્ટિબોડીઝ ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરશે. જેથી આપણે જાણી શકીએ કે તે મનુષ્યમાં કેટલું અસરકારક છે. અમે આશા રાખીએ છીએ કે ગાયના લોહીમાંથી કાઢેલું એન્ટિબોડીઝ અન્ય દવાઓ અને સારવાર કરતા વધુ સારી હશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.