ખબર

કોરોના પોઝિટિવને 6 મહિના બાદ લગાવો ટીકો અને 2 ડોઝ વચ્ચે આટલા અઠવાડિયાનું રાખો અંતર- સરકારી પેનલની ભલામણ

કોરોના વાયરસની બીજી લહેર ઘણી જ ઘાતક સાબિત થઇ રહી છે. દિન પ્રતિદિન તેના કેસ વધી રહ્યા છે, આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં એક્ટિવ કેસ પણ ઘણા છે. કોરોના મહામારી સાથે સાથે દેશમાં ટીકાકરણ અભિયાન પણ ચાલી રહ્યુ છે. 1 મેથી સરકારે 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન લેવાની મંજૂરી આપી દીધી છે. તેવામાં હવે ઘણા લોકો જે કોરોના સંક્રમિત છે અથવા તો સાજા થઇ ગયા છે તો તેમને એ પ્રશ્ન થતો હશે કે તેમને કયારે વેક્સિન લેવી.

શું કોરોનાથી રિકવર દર્દીઓ માટે વેક્સિનેશન માટે કોઇ ખાસ નિર્દેશ છે ? તો આ વિશે ડોક્ટરોનું શુ કહેવુ છે તો જાણીએ. જો તમે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ તમે વેક્સિન લગાવવા ઇચ્છો છો તો તમારા શરીરમાં એંટીબોડી બનવામાં તકલીફ થાય છે. આ બાબતે સરકારી પેનલનું કહેવુ છે કે, કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓને 6 મહિના બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો જોઈએ.

ડોક્ટર જણાવે છે કે, જયારે કોરોના દર્દી રિકવર થઇ જાય ત્યારે તેમના શરીરમાં એંટીબોડી બનવાની પ્રક્રિયા શરૂ થાય છે, વેક્સિન પણ શરીરમાં જઇને એંટીબોડી બનાવે છે. પરંતુ જો શરીરમાં પહેલાથી જ તેની પ્રક્રિયા ચાલી રહી હોય તો તકલીફ થઇ શકે છે, આ જ કારણે કોરોનાથી સાજા થયેલ દર્દીઓએ વેક્સિન લેવા માટે રાહ જોવી જોઇએ.

આ બધા વચ્ચે તમને જણાવી દઇએ કે, કોવેક્સિન તૈયાર કરતી કંપની ભારત બાયોટેકે 2થી 18 વર્ષની ઉંમરના લોકોને રસી આપવા માટેની મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ તેમને મંજૂરી આપી છે.