ખબર

કોરોનાના કહેર વચ્ચે આ નવી બીમારીએ ગુજરાતમાં મચાવ્યો આતંક, 40-50 દિવસમાં 20 લોકોના થયા મોત

કોરોના બાદ હવે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધી રહ્યો છે. સુરત, મોરબી જેવા અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે.

સુરતમાં માંડ કોરોનાથી મહદ અંશે રાહત અનુભવી રહેલા લોકોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કારણ કે સુરત સહિત રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ બીમારીએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને વધુ જોખમ આ બીમારીથી રહેલું છે. જેથી સમયસર તબીબી સારવાર મળી રહે તો આ બીમારીથી બચી શકાય છે.

વડોદરા શહેરમાં છેલ્લાં 50 દિવસમાં આ ગંભીર બીમારીના 100 જેટલા કેસ નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે શહેરમાં 20 દર્દીઓના મોત થયા છે. સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસનાના દર્દી માટે મ્યુકોરમાઈકોસિસ વધુ જોખમી સાબિત થાય છે.

આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે, નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે, નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે

40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ બીમારીનો ભોગહાલ 40 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ચાર દર્દીઓના ઓપરેશન કરાવવાની ફરજ પડી છે.કતારગામની કિરણ હોસ્પિટલમાં હાલ 60 જેટલા દર્દીઓ વેઇટિંગ બોલાઈ રહ્યા છે.

મોરબીમાં આ બીમારીને લઈને ડોક્ટરો પણ અલર્ટ પર આવી ગયા છે ધીમે ધીમે મોરબીમાં મ્યુકરમાયકોસીસ પ્રસરી ગયો છે મોરબીમાં હાલ મ્યુકરમાયકોસિસના 300 જેટલા દર્દીઓ છે જે મોરબી અમદાવાદ રાજકોટ સારવાર લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેર સાથે ગ્રામ્યમાં પણ મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.

આ બીમારીના લક્ષણો શું છે

1. બ્રિથિંગમાં તકલીફ

2. આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો

3. હેડેક થવો, ફીવર કે પછી નાક ભરાઈ જવું

4. મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા

5. ચેસ્ટ, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી

તકેદારી શું રાખવી જોઈએ

1. એન-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી બચવું

2. ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું

3. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં જોઈએ

4. સ્કીન પર ઈજા અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.