ખબર

સુપ્રિમ કોર્ટની મોદી સરકારને ફટકાર, કોવિડ બાબતે સુપ્રીમ કોર્ટે શું શું કહ્યું? જાણો

દેશમાં કોરોનાની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને નોટિસ ફટકારી છે અને 4 મુદ્દા પર નેશનલ પ્લાનની જાણકારી માંગી છે. આ મામલે ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતા વાળી બેંચ શુક્રવારે સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે જે ચાર મુદ્દા પર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે, તેમાં દેશમાં ઓક્સિજન સપ્લાયની સ્થિતિ, જરૂરી દવાઓની સપ્લાય, વેક્સિનેશનના તરીકા અને લોકડાઉનની ઘોષણા કરવાનો અધિકાર રાજય સરકારોને છે, એ વિષય સામેલ છે.

તમને જણાવી દઇએ કે, આ પહેલા બુધવારે દિલ્લી હાઇકોર્ટે કેંદ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે કોવિડ 19ના ગંભીર દર્દીઓની સારવાર કરી રહેલા દિલ્લીની એ હોસ્પિટલોમાં કોઇ પણ રીતે ઓક્સિજન સપ્લાય કરવામાં આવે લોકો તેની કમીથી જજૂમી રહ્યા છે.