ખબર

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના અધધ કેસ, મોતની સંખ્યાએ વધારી ચિંતા

દેશમાં કોરોનાનો કહેર છેલ્લા ઘણા દિવસથી સતત વધતો જઇ રહ્યો છે, દિવસેને દિવસે કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે અને રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  નવા 46,951 કેસ નોંધાયા છે.

દેશમાં રવિવારે કોરોનાના આ વર્ષના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા 46,951 કેસ નોંધાયા છે જયારે 212 લોકોની મોત થઇ છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ સવા ત્રણ લાખને પાર પહોચી ચૂક્યા છે.

Image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 16 લાખ 46 હજાર 81 કેસ સામે આવી ચૂક્યા છે. જો કે, તેમાંથી 1 કરોડ 11 લાખ 51 હજાર 468 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી 1 લાખ 59 હજાર 967 લોકોની મોત થઇ ચૂકી છે અને દેશમાં 3 લાખ 34 હજાર 646 એક્ટિવ કેસ છે.

Image source

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપાયેલ જાણકારી અનુસાર, કોરોના વેક્સીનના 50 લાખ 65 હજાર 998 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યાં જ ICMR દ્વારા અપાયેલ જાણકારી અનુસાર 21 માર્ચ 2021 સુધી સમગ્ર દેશમાં કોરોનાના 23 કરોડ 44 લાખ 774 ટેસ્ટ કરવામાં આવ્યા છે.