ખબર

ICMRનો મોટો નિર્ણય, હવે કોરોના ટેસ્ટ મામલે આવ્યા સૌથી સારા સમાચાર

ભારતમાં કોરોના વાયરસની તપાસને લઇને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRએ 6 બીજી ટેસ્ટિંગ પ્રક્રિયાને અનુમતિ આપી છે. અત્યારે દેશમાં RT-PCR અને રેપિડ એંટીજન ટેસ્ટના માધ્યમથી કોરોનાની તપાસ કરવામાં આવતી હતી, પરંતુ હવે 6 અન્ય કિટોના માધ્યમથી કોરોનાની તપાસ થઇ શકશે. અલગ અલગ દેશોની કિટનો ઉપયોગ ભારતમાં કરવામાં આવશે. ભારતમાં તેના વેલિડેશનની જરૂરત નહિ હોય.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે અને ગંભીર દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. જોકે આ વાયરસને રોકવા માટે વધારેમાં વધારે ટેસ્ટિંગની જરૂર છે ત્યારે ICMRના આ નિર્ણયથી કોરોના ટેસ્ટિંગમાં વધારો થઈ શકે છે. ICMRના આ પગલાંથી યુરોપ, સાઉથ કોરિયા, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલના કેટલીક વૈશ્વિક એજન્સીઓને લાભ મળશે. હવેથી WHOની ઈમરજન્સી યુઝની લિસ્ટમાં આ જેટલી એજન્સીઓ છે તેમણે વેલિડેશનની જરૂર નહીં રહે, તેમની ટેસ્ટિંગ કીટનો ઉપયોગ ભારતમાં કરવામાં આવશે.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,60,960 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં પહેલીવાર 3 હજારથી વધારે મોત થઈ છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3293 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,61,162 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.