ખબર

ખુશખબરી: હવે કોવિડ 19 ટેસ્ટ ફ્રીમાં થશે, સ્વાસ્થ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત

કોરોના મહામારી દરમિયાન હવે લોકોને એક જ ચિંતા સતાવી રહી છે કે તેમને કોરોનાનું સંક્ર્મણ લાગ્યું છે કે નહિ, સુખી સંપન્ન લોકો તો કોરોનાનો ટેસ્ટ કરાવી અને ખાતરી કરી લે છે, પરંતુ સામાન્ય લોકો માટે કોરોના ટેસ્ટ મોંઘો હોવાના કારણે કરાવવો ખુબ જ મુશ્કેલ છે. ત્યારે ફ્રાંસ સરકાર દ્વારા કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરવાનો નિર્ણય કર્યો છે.

Image Source

ફ્રાન્સના નાગરિકો માટે કોરોના વાયરસનો ટેસ્ટ મફત કરી દેવામાં આવ્યો છે, સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને રવિવારે આ જાહેરાત કરી હતી. તેમને કહ્યું હતું કે જે પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવશે તેમને રિફંડ આપવામાં આવશે. વેરને એક સમાચારપત્ર સાથે વાત કરતા જણાવ્યું હતું કે: “મેં આ શનિવારે એક આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે કે આજથી કોઈ પણ PCR ટેસ્ટને સંપૂર્ણ રીતે રીઈમ્બર્સ કરાવી શકો છો. તેના માટે ડોકટરના આદેશ અથવા કોઈ કારણની જરૂર નહીં રહે. લક્ષણો વગરના લોકો ઉપર પણ આ નિયમ લાગુ રહેશે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રીએ કોરોનાના વધતા કેસ ઉપર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે “સેકેંડ વેવની વાત કરવી હમણાં ઉતાવળ ગણાશે. અમે અત્યારે સેકેંડ વેવની વાત નહિ કરી શકીએ, પરંતુ એક વસ્તુ જરૂર છે. અમે છેલ્લા કેટલાક દિવસોમાં કેસ ઝડપથી વધતા જોયા છે. પહેલા 13 અઠવાડિયા સુધી કેસ ઘટી રહ્યા હતા.” તેમને યુવાનોને સાવધાન રહેવા અને વાયરસને સામાન્ય ના લેવા માટે પણ અપીલ કરી છે. ફ્રાન્સિસ યુવા સામાજિક સમારંભને ફરી શરૂ કરવા માંગે છે.

Image Source

અત્યાર સુધીમાં ફ્રાન્સની અંદરથી 2,17,801 કોરોનાના કેસ આવી ગયા છે. તેને લઈને ફ્રાન્સમાં કોરોનાના ટેસ્ટ મફતમાં કરવાનું નક્કી કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.