કેરળ અને મહારાષ્ટ્રથી રાજસ્થાન આવનાર લોકોની જેમ હવે પંજાબ, હરિયાણા, મધ્ય પ્રેદશ અને ગુજરાતથી પણ આવનાર યાત્રિઓ માટે 72 કલાક પહેલા કોરોના વાયરસનો RTPCR ટેસ્ટ નેગેટિવનો રીપોર્ટ બતાવવો અનિવાર્ય રહેશે.
પાડોશી રાજયોમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રાજસ્થાનમાં આંગણવાડી કેન્દ્ર અને સ્કૂલોમાં ધોરણ 5 સુધીના પહેલાની જેમ 31 માર્ચ સુધી બંધ રહેશે.

મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલા કોવિડ 19 મહામારીની સ્થિતની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.
ગહેલોતે કહ્યું કે, ગત કેટલાક દિવસો દરમિયાન સામાન્ય લોકો દ્વારા પ્રોટોકોલના પાલનમાં બેદરકારી ગંભીર ચિંતાનો વિષય છે.

તેમણે સ્વાયત્ત શાસન વિભાગ અને સૂચના તથા જનસંમ્પર્ક વિભાગને જાગરુકતા અભિયાનમાં ફરી તેજી લાવવા તથા પોલીસ સહિત અન્ય વિભાગોએ આમાં સહયોગ આપવાના નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે ક્યાંક આપણે કોરોનાથી જીતેલી જંગ હારી ન જઈએ અને એટલા જ માટે તમામ સાવધાનીઓનું પાલન કરવાનું રહેશે.

તેમણે કહ્યુ કે, કોરોનાનું ટીકાકરણનું કામ સારી ગતિએ આગળ વધી રહ્યુ છે પરંતુ તેમાં થોડી ઝડપ લાવવાની આવશ્યકતા છે. તેમણે કહ્યુ કે, પ્રાથમિકતા ક્રમમાં નિર્ધારિત શ્રેણીના લોકોને ટીકો લગાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે પણ અભિયાન ચલાવવાના નિર્દેશ કરવામાં આવ્યા છે.
ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના શુક્રવારે કહ્યું કે કેન્દ્ર સરકારને મોંઘવારીને લઈને સમય રહેતા પગલા ઉઠાવવા જોઈએ. નહીંતર લોકોમાં અસંતોષ ઉભો થઈ શકે છે જે દેશના હિતમાં નથી. ગહેલોતના કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી છે. ‘સ્પીક અપ અગેંસ્ટ પ્રાઈઝ રાઈઝ મુહિમ’ યુવાઓનોના ભાગે લેવાના વખાણ કરતા કેમ્પેન આજે દુનિયાભરમાં બહું શાનદાર રીતે ચાલી રહ્યું છે. લાખો યુવાનો આમા ભાગ લઈ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, ઉદેપુરમાં એકવાર ફરી કોરોનાના કેસ જોવા મળ્યા છે. આ વખતે શહેરના અંબામાતા વિસ્તારમાં રાજકીય પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચ માધ્યમિક અંધ વિદ્યાલયમાં બાળકો સંક્રમિત મળ્યા છે.