ખબર

વાહ વાહ કોરોનાને લઈને આવ્યા જોરદાર સમાચાર…!!! હવે લેબમાં જવાની જરૂર નથી કારણકે 1 જ મિનિટમાં કોરોના…

કોરોના વાયરસને લઇને સંક્ર્મણના વધતા ટેસ્ટ કીટ માટે પણ લોકો સંશોધન કરતા રહે છે. આ પહેલા મોંઘી ટેસ્ટ કીટ તૈયાર કરી હતી. દુનિયાભરમાં વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ માટે અલગ-અલગ સસ્તી કીટ તૈયાર કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક સારી ખબર આવી છે.

Image source

ઇઝરાયલની બેન ગુરિયન યુનિવર્સીટીએ એક સારી ખબર આવી રહી છે. ત્યાંના સંશોધન કરતાએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ કોરોના પ્રોબ કીટ બનાવવામાં આવી છે જે એક મિનિટમાં પરિણામ આપે છે. સંશોધનકારોએ દાવો કર્યો હતો કે, કીટ 90 ટકા સુધી સચોટ પરિણામો આપે છે.

Image source

આ કીટની મદદથી, નાક, ગળા અને ફૂંકમાંથી નમૂનાઓ કોરોના તપાસવા માટે લેવામાં આવે છે, તે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહીં તે શોધી શકાય છે. જો કોઈને લક્ષણો વિના ચેપ લાગ્યો હોય તો તે પણ ખબર પડી જાય છે. સંશોધનકારોના મતે આ ટેસ્ટ કીટમાં વાયરસને ઓળખવા માટે એક ખાસ પ્રકારનો સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પરીક્ષણ કીટમાં જ્યારે વ્યક્તિ શ્વાસ બહાર લે છે ત્યારે અને જો તે ચેપગ્રસ્ત હોય ત્યારે ટીપાં દ્વારા વાયરસ સેન્સર સુધી પહોંચે છે. આ સેન્સર સાથે ક્લાઉડ સિસ્ટમ જોડાયેલ છે. સેન્સર સિસ્ટમ પરથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ.

Image Source

સંશોધનકારોના મતે, આ પીસીઆર પરીક્ષણોની તુલનામાં આ ટેસ્ટ કીટની કિંમત ઓછી છે. એક ટેસ્ટ કીટની કિંમત માત્ર 3800 રૂપિયા છે. ખાસ વાત એ છે કે આ માટે લેબની જરૂર નથી. આ પરીક્ષણ ક્યાંય પણ કરી શકાય છે. આ કિટ ખાસ કરીને એરપોર્ટ, રેલ્વે સ્ટેશન જેવા સ્થળોએ ઝડપી પરીક્ષણની જરૂરિયાતોને પહોંચી શકે છે.

સંશોધનકાર પ્રો. સરુસી અનુસાર, કોરોના વાયરસના કણો નેનો પાર્ટીકલ જેવા હોય છે, જેનો આકાર 100 થી 140 નેનોમીટર સુધીનો હોય છે. અત્યાર સુધીની ઉપલબ્ધ પીસીઆર કીટ વાયરસના આરએનએ અને ડીએનએની ઓળખ કરીને રિપોર્ટ આવે છે. અને આમ કરવામાં કલાકો લાગે છે. તે જ સમયે આ ટેસ્ટ કીટમાં એક મિનિટની અંદર રિપોર્ટ આવે છે.

પ્રો. સરુસીના જણાવ્યા મુજબ, આ ટેસ્ટ કીટની ટ્રાયલની શરૂઆતથી જ વધુ સારા પરિણામો મળ્યા છે. તેમાં ટૂંકા સમયમાં વધુ દર્દીઓની તપાસ કરવાની સંભાવના છે. હાલમાં, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તરફથી મંજૂરી માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

Image Source

તાજેતરના સંશોધન મુજબ, એવું જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ મોટેથી બોલે છે, તો તેના મોંમાંથી નીકળેલા હજારો ટીપાં 14 મિનિટ સુધી હવામાં રહી શકે છે. તે જ સમયે, શ્વાસ સાથે બહાર નીકળેલા રેસપેરેટરી 8 મિનિટ સુધી હવામાં રહી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.