ખબર

ભારતમાં કોરોનાના કહેરને લઈને આવ્યા ખુશીના સમાચાર, જાણીને ઉછળી પડશો

દેશ અને દુનિયામાં કોરોનનો કહેર હજુ પણ ચાલુ જ છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો 71 લાખ પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 66,732 મામલા સામે આવ્યા છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 71,20,538 પહોંચી છે. તો છેલ્લા 24 કલાકમાં 71,559 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Image source

ભારતમાં કોરોનાની ગતિ ઢીલી પડી છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના એક્ટિવ કેસ ઓછા જોવા મળે છે. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 861,819 છે.

Image source

તો છેલ્લા 9 દિવસમાં કોરોનાથી થતા મોત પણ ઓછા થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાને કારણે 816 લોકોના મોત નિપજ્યા છે. ભારતમાં કોરોનાના કારણે 109,184 લોકોના મોત નિપજ્યા છે.

Image source

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા, મૃત્યુ દર અને રિકવરી મામલે ટોપ 5 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને આંધ્રપ્રદેશ અને તમિલનાડુ છે. આ રાજયમાં 54.3 લોકો સાજા થવા લાગ્યા છે. દેશમાં હાલ કુલ કેસોના 12.30 ટકા જ એક્ટિવ કેસ છે.


કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત થયા છે. મોતના આંકડા મામલે ગુજરાત ઘણું પાછળ છે. કોરોનાના કારણે મૃત્યુદર 1.53 ટકા છે. રિકવરી રેટ 86.36 ટકા છે. પોઝીટીવીટી રેટ 6.7 ટકા છે. જણાવી દઈએ કે, કોરોના વાયરસના સંક્રમણને પગલે 110 દિવસમાં એક લાખનો આંકડો પાર કર્યો હતો.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.