પોઝિટિવ દર્દીને ઓટો રિક્ષાથી હોસ્પિટલ અને રિપોર્ટ માટે મદદ કરે છે, આજે વાંચો બેસ્ટ સ્ટોરી

આને કહેવાય નિસ્વાર્થ સેવા : એમ્બ્યુલન્સ ખૂટી પડતાં આ યુવતીએ ગ્રુપ સાથે મળીને શરુ કર્યો આ પ્રોજેક્ટ

કોરોનાની બીજી કહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા પણ રહી નથી, આ સાથે જ ઓક્સિજનની કમી સર્જાઇ રહી છે અને એમ્બ્યુલન્સ પણ હવે ખૂટી પડી છે. 108, સરકારી એમ્બ્યુલન્સ, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ એમ તમામ એમ્બ્યુલન્સમાં અત્યારે 24 કલાકથી પણ વધુનું વેઈટિંગ છે. ત્યારે સામાજીક કાર્ય સાથે જોડાયેલી યુવતીએ પોતાના ગ્રુપ સાથે મળીને પહેલ કરી અને શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઓટો રિક્ષાની સેવા આપવાનું શરૂ કર્યું છે. આ સેવાથી રિક્ષાચાલકને રોજગારી મળશે અને કોરોના દર્દીઓને હોસ્પિટલ જવા કે શંકાસ્પદને લેબ જવામાં મદદ મળશે.

Image source

રિચા પાઠકે રિક્ષાચાલકોની એક ટીમ બનાવીને જે પરિવાર કે વ્યક્તિ ટેસ્ટ કે સિટી સ્કેન કરાવવા માટે અક્ષમ છે તેવા દર્દીઓને આવવા જવા માટે રિક્ષાની સુવિધા શરૂ કરી છે. રિચા પાઠકે જસ્ટ – 100 ગૃપ દ્વારા આ સેવામાં ફૂડની સેવાની સાથે સાથે આ રિક્ષાની સેવા સ્ટાર્ટ કરી છે.

રિચા પાઠક છેલ્લા કેટલાક સમયથી સામાજિક કાર્ય કરી રહી છે. જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો અને લોકો માટે વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલના રોગચાળાને ધ્યાનમાં રાખી રિચાએ કોરોના દર્દીઓને ઓટો રિક્ષા સેવા આપવા નક્કી કર્યું. આ માટે આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલા સુકેતુ મોદીએ ટૂંક સમયમાં એક એપ તૈયાર કરી અને તેનો ઉપયોગ કેબ સેવાની જેમ કરવાનો નિર્ણય કર્યો.

Image source

શરૂઆતના દિવસે ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. બાદમાં લોકો માટે આ સેવા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સેવા મેળવવા માટે સૌ પ્રથમ ગૂગલ પર just 100 નામે વેબસાઇટ અથવા QR કોડ અથવા લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મમાં દર્દીને પોતાની વિગત ભરવાની જે બાદ દર્દીને રિક્ષાચાલકની નંબર મળી જશે. રિક્ષાચાલકનો સંપર્ક કરીને રિક્ષા ચાલક હાજર હોય તે સમયે દર્દીને ઘરેથી હોસ્પિટલ અથવા લેબ સુધી લઈ જાય છે.

રિક્ષાચાલક દર્દીને હોસ્પિટલ કે રિપોર્ટ કઢાવવા માટે લેબ સુધી લઈ જાય છે. તે માટે ભાડું પણ રિક્ષા ચાલક નક્કી કરે છે. જે વ્યક્તિ ભાડું ના આપી શકે તેમનું ભાડું રિચા પાઠક દ્વારા આપવામાં આવે છે. કોઈ દર્દી સાથે ગેરવર્તણૂક કે ગેર વ્યવહાર ના કરવા માટે રિક્ષા ચાલકોને સૂચના આપવામાં આવી છે. રિક્ષા ચાલક સાથે આઇટીની ટીમ પણ રાત દિવસ આ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.

Shah Jina