લખનઉની થપ્પડ ગર્લ બાદ આ માસી માસ્ક ના પહેરવાને લઈને પોલીસ અને કર્મચારીઓ ઉપર લાફા અને લાતોથી તૂટી પડી, જુઓ વીડિયો

લખનઉમાં કેબ ડ્રાઈવરને લાફા મારનારી પ્રિયદર્શની આજે સોશિયલ મીડિયા અને સમાચારમાં છવાઈ ગઈ છે, ત્યારે હાલ એક બીજો મામલો સામે આવી રહ્યો છે જેમાં એક મહિલા માસ્ક ના પહેરવાને લઈને રસ્તા વચ્ચે જ સિવિલ ડિફેન્સના કર્મચારી અને પોલીસકર્મી ને લાફા અને લાતો મારતી નજર આવી હતી. જેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો દિલ્હીના પિરગઢી મેટ્રો સ્ટેશન પાસેનો છે. મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહિલાએ કોરોના વાયરસના નિયમોનું ઉલ્લંઘન કરવા ઉપર ચલણ કાપવા વાળી ટીમ સાથે મારઝૂડ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થતા પોલીસે બે મહિલાઓની ધરપકડ પણ કરી લીધી છે.


પિરગઢી મેટ્રો સ્ટેશન પાસે જયારે બે મહિલાઓમાંથી એક મહિલાએ ફેસ માસ્ક નહોતું પહેર્યું અને તેને ચલણ ભરવાનું કહેવામાં આવ્યું હતું. જેના બાદ મહિલાએ ચલણ મંગાવા વાળી ટીમ સાથે મારઝૂડ કરી હતી. વીડિયોની અંદર મહિલાને મૌખિક રૂપે અધિકારીઓને ગાળો આપતા પણ સાંભળી શકાય છે.

સ્કૂટી સવાર મહિલાઓએ માસ્ક ના પહેરવાને લઈને હોબાળો મચાવી દીધો હતો. અને તેને પોતાની કંપનીની માલકીનને પણ ઘટના સ્થળે બોલાવી લીધી હતી. બાદમાં બંને આરોપીઓ મળીને ચલણ કાપી રહેલા સ્કૂલના શિક્ષક, લાઇબ્રેરીયન અને સિવિલ ડિફેન્સની મહિલા સાથે ગેર વર્તણુક કરતા મારઝૂડ કરી હતી. મામલો દાખલ થતા મહિલા અને તેની માલકીનની ધરપકડ કરી લેવામાં આવી છે.

Niraj Patel