ખબર

કોરોનાને લઈને સૌથી મોટો ખુલાસો, જાણીને હાશકારો થશે

દુનિયાભરમાં કોરોના વાયરસસનો ખતરો ફેલાયેલો છે  ત્યારે તેના ચેપનો ખતરો સૌથી વધારે લોકોને લાગે છે અને તેનો ડર પણ સૌને સતાવતો હોય છે, શરૂઆતમાં જયારે કોરોનાનું સંક્ર્મણ શરૂ થયું ત્યારે કેટલાક લક્ષણોના આધારે કોરોના ઓળખાઈ શકતો હતો પરંતુ પાછળથી એવા કિસ્સાઓ પણ સામે આવ્યા જેમાં કોઈ લક્ષણ વિના જ કોરોના રિપોર્ટ પોઝિટવ આવવા લાગ્યો, હવે આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક મોટો ખુલાશો કરીને રાહત આપવામાં આવી છે.

Image Source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિમાં કોરોનાના કોઈપણ પ્રકારના લક્ષણો જોવા નથી મળતા તેવા લક્ષણો વગરના દર્દથી કોરોના વાયરસ ફેલાવવાનું સંક્ર્મણ ખુબ જ ઓછું હોય છે.

Image Source

સોમવારે રાત્રે WHOની રાત્રે બ્રિફિંગ દરમિયાન ટેક્નિકલ પ્રમુખ મારિયા વેન દ્વારા આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે “WHOએ દુનિયાના વિભિન્ન દેશોમાં થેલા રિસર્ચના આધારે માન્યું છે કે જે લોકોમાં કોરોના વાયરસ કે ફલૂ જેવા લક્ષણો જોવા મળે તેમનાથી સંક્ર્મણ ફેલાવવાનું જોખમ વધારે રહેલું છે.”

Image Source

આ બાબતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા પણ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જેમાં આઈસીએમઆર દ્વારા 70 જિલ્લાઓમાંથી આશરે 24 હજાર જેટલા નમૂના લેવામાં આવ્યા છે, જે જિલ્લાઓમાં વધારે કેસ જોવા મળ્યા છે તેવા કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા 15-30 ટકા વસ્તી કોરોનાના ચેપગ્રસ્ત છે. પરંતુ તેમાં સૌથી રાહતની વાત એ છે કે તે આપોઆપ સાજા પણ થઇ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.