ખબર

કોરોનાકાળમાં ચાલી ગઈ છે? નોકરી તો સરકાર આપશે 3 મહિનાનો અડધો પગાર, આ રીતે કરો આવેદન

વાહ ગુડ ન્યુઝ: મોદી સરકાર તમને આપશે પગાર, જાણો કઈ રીતે

કોરોનાકાળમાં ઘણા લોકો બેરોજગાર બન્યા છે. ઘણા લોકોની નોકરી પણ ચાલી ગઈ છે. આ દરમિયાન બેરોજગાર થવા વાળા ઔદ્યોગિક કામદારો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ESICની બેઠકમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે જે કર્મચારીઓની નોકરી કોરોના સંકટના કારણે ચાલી ગઈ છે તેમને સરકાર ત્રણ મહિના સુધી ઘરે બેઠા અડધો પગાર આપશે.

Image Source

એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજનામાં 40 લાખથી પણ વધારે કામદારોને ફાયદો થશે.  ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ ફાયદો માત્ર એ કામદારોને મળશે જેમની નોકરી 24 માર્ચ 2020થી 31 ડીસેમબર 2020ની વચ્ચે ગઈ છે. સાથે જ તેમને રાજ્ય વીમા નિગમ હેઠળ રજીસ્ટર્ડ થવું પણ અનિવાર્ય છે.

Image Source

કર્મચારી રાજ્ય વીમા નિગમ બોર્ડની સદસ્ય અમરજીત કૌરે તેની ખાતરી કરતા કહ્યું છે કે આ નિર્ણય અંતર્ગત ESIC દ્વારા બિમિત કર્મચારીઓને તેમના 3 મહિના સુધીનું વેતનના 50 ટકા રાશિ રોકડ રૂપમાં આપવામાં આવશે. જાણકારી પ્રમાણે 20 ઓગસ્ટ ગુરુવારના રોજ નવીદિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની બેઠક મળી હતી.  જેમાં આ પ્રસ્તાવ વિશે ચર્ચા થઇ. કર્મચારી વીમા નિગમ શ્રમ મંત્રાલય હેઠળ આવનારું એક સંગઠન છે. ESIC હેઠળ એ કર્મચારીઓને વીમા સુવિધા આપવામાં આવૅ છે જેમનું વેતન 21000 રૂપિયા કે તેનાથી ઓછું હોય.

Image Source

આ રીતે ઉઠાવી શકશો લાભ:
ESIC સાથે જોડાયેલા પાત્ર કર્મચારી ESICની કોઈપણ શાખામાં જઈને અરજી કરી શકે છે. ત્યારબાદ ESIC  દ્વારા આવેદનની ખાતરી કરવામાં આવશે અને યોગ્યતા વાળા કર્મચારીઓના ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે. કર્મચારીઓને પોતાની ઓળખ માટે આધારકાર્ડ આપવું પડશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.