ખબર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો ચોંકાવનારો ખુલાસો, જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી 10 ગણા વધુ હોય છે

હાલ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે,વિશ્વમાં કોરોનાની સંખ્યામાં વધારો થતો જાય છે. સમગ્ર વિશ્વમાં 11 કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી 61 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ) આંકડાને લઈને મહત્વની જાણકારી આપી છે.

Image source

ડબલ્યુએચઓનું ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનનું કહેવું છે કે અત્યાર સુધી ઈન્ફેક્શનના જેટલા કેસ અંગે ખબર પડી છે હકીકતમાં કોરોનાના કેસની સંખ્યા તેનાથી 10 ગણી વધારે હોઈ શકે છે. કોરોનાની ત્યારે જ ખબર પડે છે જ્યારે લોકો વધારે બીમાર થાય છે અને તેઓ ટેસ્ટ કરાવે છે. ટેસ્ટમાં જે લોકો પોઝિટિવ આવે છે તેની આપણને જાણ થાય છે. સામાન્ય રીતે કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો એવા લોકોની તુલનામાં 10 ગણો વધારે છે જેઓ સારવાર બાદ કેસ તરીકે ગણે છે. સ્વામિનાથને કહ્યું છે કે ઈન્ફેક્શનનો મૃત્યુદર ઓછો છે અને સરેરાશ 0.6 ટકા છે.

Image source

વિશ્વભરમાં કોરોનાથી અત્યાર સુધી લગભગ 5,24,828 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધારે ખરાબ હાલત અમેરિકાની છે. અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 28 લાખથી વધારે છે. જ્યારે 1,31,503 લોકોના મૃત્યુ થયા છે.

Image source

વિશ્વના ઘણા દેશ અને ઘણી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ કોરોના વાયરસની રસીની શોધ કરી રહ્યા છે. આ બધામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે રસી પર કામ કરી રહી છે તે સૌથી આગળ છે. આ રસી હાલમાં ટ્રાયલના અંતિમ સ્ટેજમાં છે. આ સ્ટેજ પર પહોંચનારી તે વિશ્વની પ્રથમ રસી છે. આ રસીની ટ્રાયલ બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં થઈ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.