ખબર

સુરતની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓનુ રેસ્કયૂ કરી અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં રાત્રે 11.30 કલાકે એસીમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. ફાયરબ્રિગ્રેડ આઇસીયુ વોર્ડમાં દાખલ 19 કોરોના દર્દીને રેસ્ક્યૂ કર્યા હતા. આયુષ હોસ્પિટલમાં આગ લાગતાં સ્ટાફ કર્મચારીઓ બચવા માટે ટેરેસ પર દોડી ગયા હતા. દર્દીઓને ખસેડતી વખતે અને ત્યાર બાદ પાંચ લોકોનાં મોત થયાં હતાં.

પાંચમા માળે ACમાં બ્લાસ્ટ થતાં ICUમાં આગ લાગી હતી. જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. હોસ્પિટલમાં દાખલ દર્દીને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા અને દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી હતી અને મોટી જાનહાની ટળી હતી.

સુરતમાં કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે ત્યારે સતત તંત્રની નજર હૉસ્પિટલમાં દાખલ દર્દીને સારવાર મળે તેના પાર ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. ત્યારે સુરત રેલવે સ્ટૅશન ખાતે આવેલી સાંકડી જગ્યામાં આવેલી આયુષ હૉસ્પિટલના પાંચમા માળે આવેલ આઈસીયુમાં કોરોનાના દર્દી સારવાર લઇ રહ્યા હતા. ત્યાં અચાનક એસીમાં શોટ સર્કિટ થતાની સાથે આગ ભભૂકી ઉઠી હતી.

પહેલા આઈસીયુમાં આગને લઈને ધુમાડા બાદ આગ ફેલાતા આઈસીયુમાં કોરોના દર્દી સારવાર લઇ રહ્યાં હતા તેમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી ત્યાં હાજર લોકોએ ફાયર વિભગાને આપતા ફાયરનો મોટો કાફલો બનાવવાળી જગ્યા પર જલ્દી જ પહોંચી જતા હાશકારો અનુભવાયો હતો. ધુમાડા વચ્ચે લાગેલી આગને લઈને આઈસીયુમાં ફસાયેલા દર્દીનું ફાયર વિભાગે રેસક્યુ કર્યુ હતુ અને આ તમામ દર્દીને સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.