ખબર

બાપ રે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 902 કેસ, વધુ 10નાં મોત, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડનો ભારતમાં રાફડો ફાટ્યો છે. ભારતમાં કુલ કેસ 889397 થઇ ગઈ છે જેમાંથી 305208 એક્ટિવ કેસ છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 902 કોવિડ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 42808 થઈ ગઈ છે અને આજે વધુ 10 દર્દીના મોત થયા છે અને 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 29806 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આજના ન્યુ કેસોની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 207, અમદાવાદ કોર્પોરેશનમાં-152, સુરત -80, વડોદરા કોર્પોરેશનમાં-61, જૂનાગઢ 34, સુરેન્દ્રનગર 26, ભાવનગર કોર્પોરેશન -24, અમરેલી 29, રાજકોટ કોર્પોરેશન 22, ખેડા 19, નવસારી 19, ભાવનગર 16, દાહોદ 16, ગાંધીનગર 16, ભરૂચ 15, વડોદરા 13, અમદાવાદ 12, બનાસકાંઠા 12, જૂનાગઢ કોર્પોરેશન 12, મહેસાણા 12,રાજકોટ 12, જામનગર કોર્પોરેશન 10, પાટણ 10, આણંદ 9, ગાંધીનગર કોર્પોરેશન 9, મોરબી 9, વલસાડ 8, કચ્છ 7, સાબરકાંઠા 7, મહીસાગર 5, અરવલ્લી 3, છોટા ઉદેપુર 3, પોરબંદર 4, જામનગર 3, પંચમહાલ 3, બોટાદ 2અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.

અત્યારે ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 10945 પર પહોંચી છે, જેમાં 74 દર્દીઓની હાલત ગંભીર છે તો 10871 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે આજ રોજ સુરત કોર્પોરેશન ૫, અમદાવાદ કોર્પોરેશન ૩, ગાંધીનગર કોર્પોરેશન ૧, મોરબી ૧ દર્દીનું કોવિડને લીધે મૃત્યુ નિપજ્યું છે.