ખબર

ગુજરાતમાં સતત બીજા દિવસે 850થી વધુ નવા કેસો નોંધાયા અને મૃત્યુઆંક જાણીને રાહત થશે

જ્યારથી અનલોક થયું છે ત્યારથી કોરોનાનો રાફડો ફાટ્યો છે અને ભારતમાં કુલ કેસ 8 લાખ 4 હજાર થઇ ગયા છે. રિકવર કેસની સંખ્યા 5 લાખ 3 હજાર છે અને એક્ટિવ કેસ 2 લાખ 79 હજાર છે. એવામાં ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ 19 ના વધારે 875 કેસો નોંધાયા છે, જ્યારે 14 લોકોનાં મૃત્યુ થયા છે અને 441 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ ગુજરાતમાં કોવિડ 19 નાં કેસોનો કુલ આંક 40,155 પાર પહોંચ્યો છે. અને મોતનો કુલ આંક 2024 તો ડિસ્ચાર્જનો કુલ આંક 28183 પર પહોંચ્યો છે.

આજે નોંધાયેલા કોવિડ 19 ન્યુ કેસોની વિગત જાણીએ તો સુરત કોર્પોરેશન ૨૦૨, અમદાવાદ કોર્પોરેશન ૧૫૩, સુરત ૬૭, વડોદરા કોર્પોરેશન ૬૧, ભાવનગર કોર્પોરેશન ૫૯, નવસારી ૨૭, રાજકોટ કોર્પોરેશન ૨૪, સુરેન્દ્રનગર ૨૩, ગાંધીનગર-મહેસાણા ૨૧, ખેડા ૧૭, જામનગર કોર્પોરેશન ૧૫, રાજકોટ ૧૫, બનાસકાંઠા ૧૪, ભરૂચ ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૩, અમદાવાદ ૧૨, ભાવનગર ૧૨, ગીર સોમનાથ ૧૧, ગાંધીનગર કોર્પોરેશન ૧૦, દાહોદ-જામનગર-સાબરકાંઠા-વડોદરા ૮, આણંદ ૭, પંચમહાલ ૭, જુનાગઢ- મોરબી-વલસાડ ૫, છોટા ઉદેપુર ૪, કચ્છ ૪, પાટણ ૪, અમરેલી ૩, તાપી ૩, અરવલ્લી ૨, બોટાદ ૨, પોરબંદર ૧ કેસ નોંધાયા છે.

અત્યારે ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 9948 છે, જેમાં 68 પેશન્ટ હાલત ગંભીર છે અને 9880 દર્દીઓની હાલત સ્થિર છે. મૃત્યુઆંકની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન ૫, સુરત કોર્પોરેશન ૩, અરવલ્લી ૧, ગાંધીનગર ૧, જામનગર ૧, જુનાગઢ કોર્પોરેશન ૧, મહેસાણા ૧, સુરત ૧ દર્દીની મૃત્યુ થયેલ છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.