ખબર

ગુજરાતમાં ફરી ધમધમી ઉઠ્યો કોરોના, એક જ દિવસમાં નોંધાયા અધધધ કેસ……

કોરોના વાયરસના દુનિયાભરમાં ફેલાયે એક વર્ષ કરતા પણ વધારે સમય વીતી ગયો છે. ત્યારે આ વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને રોકવા માટે લોકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ કોરોનાના કેસોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.

Image Source

ભારતમાં કોરોનાની રસી પણ હવે ઉપલબ્ધ છે અને સામાન્ય નાગરિકોને પણ હવે રસી  આપવામાં આવી રહી છે ત્યારે હવે ગુજરાતમાં જાણે ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું હોય તેમ લાગે છે.

Image Source

ગુજરાતમાં કોરોનના કુલ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 3788 છે. જયારે છેલ્લા 24 કલાકની અંદર જ 710 નવા કેસ સામે આવ્યા છે. જયારે 451 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

Image Source

સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું અને મૃત્યુઆંક 4418 યથાવત રહ્યો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 97.03 ટકા થયો છે.

Image Source

છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશનમાં 161, અમદાવાદ કોર્પોરેશનમાં 141, વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 18,  ભાવનગર કોર્પોરેશન-17,  ભરૂચ 15, ખેડા-15, રાજકોટ-14, આણંદ-13, કચ્છ-12, વડોદરા-11,  ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા અને પંચમહાલ 8-8 કેસ નોંધાયા હતા.