ખબર

આ મહિના સુધીમાં કોરોના મહામારીનો ભારતમાં આવી શકે અંત, નવા રિપોર્ટમાં કરાયો જોરદાર દાવો

ભારતમાં કોવિડ ૧૯ વાયરસ કેસોમાં પ્રચંડ રીતે વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોના કેસમાં વધુ 10,000 કેસ વધ્યા છે જેની સાથે કુલ આંકડો 2,46,622 પર પહોંચી ગયો છે. આ રીતે ભારતે સ્પેન (2,41,310) કેસ સાથે પછાડી દીધું છે અને દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા દેશોના લિસ્ટમાં ભારત 5th નંબર પર પહોંચી ગયું છે

કોવિડની મહામારી ભારતમાં ક્યારે ખતમ થશે, એ સવાલ બધાના મનમાં છે. સરકાર કોઈ દાવો કરી નથી રહી, પણ આરોગ્ય મંત્રાલયના 2 સિનિયર એક્સપર્ટ ડો. અનિલકુમાર અને ડો. રૂપાલી રાયે એક શોધમાં દાવો કર્યો છે કે સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગ સુધી આ રોગચાળો ખતમ થવાની શક્યતા છે. આરોગ્ય સેવાના મહાનિર્દેશાલયમાં ઉપ નિર્દેશક છે અને ડો. રૂપાલી રાય સહાયક મહાનિર્દેશક છે. આ શોધ એપિડેમિલોજી ઇન્ટરનેશનલ જર્નલના તાજા અંકમાં પ્રકાશિત થઈ છે. આ રિસર્ચમાં રોગચાળો ખતમ થવાને લઈને ગણિતીય આકલન મશહૂર બૈલી મોડલને આધારે કરવામાં આવ્યું હતું.

વિશ્લેષણ દર્શાવે છે કે જ્યારે ગુણાંક 100% સુધી પહોંચશે ત્યારે આ મહામારી સમાપ્ત થઇ શકે છે. આ વિશ્લેષણ ઓનલાઇન જર્નલ એપિડેમિઓલોજી ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયું છે. આરોગ્ય મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસમાં નાયબ નિયામક ડૉ. અનિલ કુમાર અને ડીજીએચએસના નાયબ સહાયક નિયામક (રક્તપિત્ત) રૂપાલી રોય દ્વારા આ સ્ટડી કરવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.