ખબર

ભારત માટે આવ્યા રાહતના સમાચાર, આ મહિના સુધી આવી શકે છે કોરોના ઉપર કાબુ: સરકારી પેનલ

માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં કોરોનાનું સંક્ર્મણ મોટા પાયે વધી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે જ ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની અંદર ફેબ્રુઆરી 2021માં કોરોના ઉપર કાબુ આવી શકે તેમ છે એવું સરકારી પેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Image Source

છેલ્લા ત્રણ સપ્તાહમાં દેશની અંદર કોરોના સંક્રમણના મામલા અને મૃત્યુ આંકમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો છે. તો નીતિ આયોગના સભ્ય વીકે પૉલે શિયાળામાં સંક્રમણની બીજી લહેરની આશંકાથી ઇન્કાર નથી કર્યો, પરંતુ તેમને એવું જણાવ્યું છે કે જો બચાવની ગાઈડલાઇનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના ઉપર નિયંત્રણ આવી શકે છે.

Image Source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પણ રવિવારે પહેલી વખત સ્વીકાર્યું હતું કે “ભારતમાં કોવિડ-19 કોમ્યુનિટી સ્તર ઉપર પણ ફેલાઇ રહ્યો છે. જોકે તેઓએ કહ્યું કે આ માત્ર કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી જ સીમિત છે. ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક વિસ્તારો અને રાજ્યોમાં હજુ પણ કોરોના સંક્રમણના નવા મામલાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે જો સાવચેતી રાખવામાં આવે અને સુરક્ષાની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે તો કોરોના ઉપર કાબુ મેળવી શકાય છે.