ખબર

ગુજરાતમાં કોરોનાએ તો હદ વટાવી, છેલ્લા 24 કલાકમાં અધધ મૃત્યુ- જાણીને થર થર કંપી ઉઠશો

ગુજરાતમાં હવે કોરોના રોકેટની સ્પીડે ઉડ્યો છે. આજે તો રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 4 હજારથી કોરોના વાયરસના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4021 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 35 લોકોના કોરોના (Corona)સંક્રમણથી મોત થયાં હતા. આજે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2500ને નજીક પહોંચી ગઈ છે. અત્યારે એક્ટિવ કેસનો આંકડો 20473 પર પહોંચ્યો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44 ટકા છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આમ જોઈએ તો કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

અત્યાર સુધીમાં કુલ 4655 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોવિડને લીધે 35 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1 સહિત કુલ 35 પેશન્ટના મૃત્યુ નિપજ્યાં છે