ખબર

ગુજરાતમાં કોરોના રોકેટની જેમ ઉડ્યો…778 કેસ નોંધાયા તો પણ એક સારા સમાચાર આવ્યા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 નો પ્રકોપ હવે ભારતમાં પણ વધ્યો છે એવામાં ગુજરાતમાં કોવિડ દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા બહાર આવ્યા છે ન્યુ 778 કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 37,636 પર‬ પહોંચ્યો છે. જ્યારે 17 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. અને 421 લોકો સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 37636 પર પહોંચ્યો છે. અને મોતનો કુલ આંક 1979 જ્યારે ડિસ્ચાર્જનો કુલ આંક 26744 છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ન્યુ કેસની વાત કરીએ તો સુરત કોર્પોરેશન ૨૦૪, અમદાવાદ કોર્પોરેશન ૧૭૨, સુરત ૪૫, વડોદરા કોર્પોરેશન ૪૯, રાજકોટ કોર્પોરેશન ૩૨, વલસાડ ૨૧, વડોદરા ૧૯, અમદાવાદ ૧૫, મહેસાણા ૧૫, ભરૂચ ૧૫, કચ્છ ૧૪, ગાંધીનગર ૧૩, નવસારી ૧૩, ભાવનગર કોર્પોરેશન ૧૨, બનાસકાંઠા ૧૨, ખેડા ૧૧, સુરેન્દ્રનગર ૧૧, આણંદ ૧૦, ભાવનગર ૯, રાજકોટ ૮, જુનાગઢ કોર્પોરેશન ૭, જામનગર કોર્પોરેશન ૮, મહીસાગર ૭, અમરેલી ૬, દાહોદ ૬, જુનાગઢ ૬, ગાંધીનગર કોર્પોરેશન ૫, પાટણ ૫, મોરબી ૫, અરવલ્લી ૪, પંચમહાલ ૪, ગીર-સોમનાથ , તાપી ૩, સાબરકાંઠા ૨, છોટા ઉદેપુર ૨, જામનગર ૨, બોટાદ ૧, નર્મદા ૧, દેવભૂમિ દ્વારકા ૧ કેસ નોંધાયો હતો.

અત્યારે ગુજરાતમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 8913 છે જે સારા સમાચાર છે અને 61 દર્દીઓની હાલત ગંભીર છે અને 8852 દર્દીઓની હાલત સ્થિર છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.