ખબર

કોરોનાને લઈને આવી ખુશખબરી, છેલ્લા 24 કલાકમાં 361 કેસ નોંધાયા …તો પણ એક સારા સમાચાર આવ્યા

કોવિડ ૧૯ એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વમાં ટોટલ 5,634,586 કેસ થઇ ગયા છે અને એક્ટિવ કેસનો કાઉન્ટ 2,883,161 છે. ભારતમાં કુલ 150,313 કોવિડ પોઝિટિવ આંકડો પહોંચી ગયો છે. એવામાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ રજીસ્ટર થયા છે. જ્યારે 27 દર્દીના મૃત્યુ થયા છે. જોકે તેની સામે 503 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામા આવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓના કેસ 14829 થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 915 થયો છે. જ્યારે કુલ 7139 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 % થયો છે.

આજે નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 251, સુરતમાં 36, વડોદરામાં 31, સાબરકાંઠામાં 8, ગાંધીનગરમાં 7, જામનગરમાં 5, મહિસાગર અને વલસાડમાં 3-3, બનાસકાંઠામાં 3, ભાવનગરમાં 2,અરવલ્લી અને કચ્છમાં 2-2 કેસ તેમજ રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ અને રાજકોટમાં એક એક કેસ અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં 24 કલાકમાં કુલ 361 કેસ નોંધાતા કુલ કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓનો આંકડો 14,829 થયો છે.

આજના સૌથી બેસ્ટ ન્યુઝ એ છે કે 24 કલાકમાં રાજ્યમાં કુલ 503 દર્દીઓ કોવિડને હરાવીને ઘરે સ્વસ્થ પરત ફર્યા છે. જેથી પેશન્ટનો રિકવરી રેટ એક અઠવાડિયા પહેલા 40.89% હતો. જે આજે વધીને 48.13% થયો છે. આ રિકવરી રેટ સમગ્ર દેશના 41.60% રિકવરી રેટની સરખામણીમાં સૌથી વધારે છે. આજે જે 503 દર્દીઓ સજા થયા છે. તેમાં અમદાવાદમાં સૌથી વધુ 436, સુરતમાં 25, વડોદરામાં 9, પાટણમાં 8, સાબરકાંઠામાં 9, ખેડામાં 6, ગાંધીનગરમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 2-2 તેમજ ભરુચ અને રાજકોટમાંથી 1-1 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ રીતે રાજ્યમાં કુલ 7137 વ્યક્તિઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

હવે ભારતની વાત કરીએ તો કોવિડ 19 નું સંક્રમણ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. એક મે પછીથી અત્યાર સુધીમાં કોરોનાના કેસોમાં 4 ગણો વધારો જોવા મળ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રી જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 60,490 કોરોના દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં કોરોનાથી થનારા મોતનો જે આંકડો છે, તે સમગ્ર દુનિયામાં સૌથી ઓછો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દુનિયામાં પ્રતિ લાખ વસ્તી પર 4.4 મોત થયા છે, જ્યારે કે આપણા દેશમાં પ્રતિ લાખ વસ્તી પર 0.3 મોત થયા છે. જે દુનિયામાં સૌથી ઓછા છે. તેમણે કહ્યું કે, ‘આપણે સમયસર આટલી બધી જિંદગીઓને બચાવી શક્યા કેમકે આપણે આ મહામારીને સમયસર ઓળખી લીધી જેને લીધે લોકડાઉનનો નિર્ણય લેવાયો. તે પછી કોરોના વાયરસને રોકવા માટે દેશમાં સારી તૈયારીઓ પણ કરવામાં આવી.’

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.