ખબર

વેક્સીન વચ્ચે પણ કોરોનાનો રાફડો ભારતમાં વધી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં જ આવ્યા અધધધધ… કેસ સામે

ફરી એકવાર કોરોનાએ પોતાનું માથું દુનિયાભરમાં ઊંચક્યું છે, ત્યારે ભારતમાં પણ આ સમય ચિંતાનો છે. ભારતમાં છેલ્લા થોડા દિવસથી ઢગલાબંધ કેસ સામે આવી રહ્યા છે. એક તરફ વધુ લોકો વેક્સીન લે તે અંગે ભાર આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે.

Image Source

 

ભારતની અંદર છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના નવા 62,258 નવા મામલાઓ સામે આવ્યા છે. તેની સાથે જ દેશભરમાં કોરોનાના કુલ મામલાઓની સંખ્યા 1,19,08,910 થઇ ચુકી છે. એટલું જ નહિ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 291 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જેના બાદ દેશભરમાં કોરોનથી કુલ મૃત્યુઆંક 1,61,240 થઇ ચુક્યો છે.

Image Source

સવાસ્થ્ય મંત્રાલય અનુસાર આ સમયે દેશની અંદર સક્રિય મામલાઓની કુલ સંખ્યા 4,52,647 છે અને ડિસ્ચાર્જ થેયલા મામલાઓની સંખ્યા 1,42,95,023 છે. જે કોરોના સંક્ર્મણ થયા બાદ સાજા થઇ ચુક્યા છે. તો કોરોના વેક્સીન લગાવનારા લોકોનો આંકડો 5,81,09,773 પહોંચી ગયો છે.