ખબર

ઓક્ટોબર 2020 પછી છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના સૌથી વધુ કેસ, આ રાજ્યમાં તૂટી ગયો રેકોર્ડ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં 257 લોકો કોરોનાની મોતે મર્યા અને કુલ કેસ છે આટલા, જાણો

કોરોનાનું સંક્રમણ ફરીવાર દેશ અને દુનિયામાં ફેલાઈ રહ્યું છે, ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 59 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ પ્રસરી ઉઠ્યો છે.

વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં કોરોના સંક્ર્મણના છેલ્લા 24 કલાકમાં નવા 1961 મામલામાં સામે આવ્યા છે. રાજ્યમાં મહામારીની ચપેટમાં આવેલા લોકોની કુલ સંખ્યા 2,94,130 થઇ ગઈ છે. સંક્ર્મણના કારણે  7 લોકોના જીવ ગયા છે.

Image Source

તો બીજી તરફ પંજાબમાં કોરોનાના નવા યુકે સ્ટ્રેનના મામલામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. મોહાલીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 115 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે જેમાંથી 106 મામલા નવા યુકે સ્ટ્રેનના છે. જો વાત કરીએ છેલ્લા 24 કલાકમાં આવેલા સંક્રમણના આંકડાની તો તેને અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુરુવારના રોજ પંજાબમાં કોરોનાના નવા 2700 કેસ સામે આવ્યા છે.

Image Source

વાત કરીએ સમગ્ર દેશના છેલ્લા 24 કલાકમાં સામે આવેલા કોરોના વાયરસના આંકડાઓની તો દેશભરમાં નવા 59,118 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,18,46,652 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,12,64,637  લોકોએ કોરોનાને મ્હાત આપીને સાજા પણ થઇ ગયા છે, જ્યારે 4,21,066 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 257 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,60,949 પર પહોંચી ગયો છે.