ખબર

ભારતમાં કોરોનાનો આ પ્રકોપ જોઈને હાજા ગગડી જશે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ આટલા અને મૃત્યુ આટલા

છેલ્લા 24 કલાકમાં નવા કેસના આંકડા જાણીને નવાઈ લાગશે અને આટલા લોકો મરી ગયા

ભારતમાં કોરોનાના નવા કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે કોરોનાના 16577 નવા કેસ નોંધાયા છે. તેમજ 120 લોકોના મોત થયા છે. જો કે, ગુરૂૃવારે જે કેસ નોંધાયા તેની તુલનામાં આ આંકડો ઓછો છે.

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ 6 રાજયોમાં 86%થી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે સ્થિતિ બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 8702 કેસથી ચિંતા વધી છે.

Image Source

મહારાષ્ટ્રના અમરાવતીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ છે. રસ્તા પર પોલિસનો કડક બંદોબસ્ત છે. વાશિમના રિસોડ તાલુકાના એક ગામમાં સ્થિત સ્કૂલના હોસ્ટેેલમાં 190 વિદ્યાર્થીઓ સંક્રમિત મળી આવવાથી તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, 16577 નવા કેસ સાથે દેશમાં સંક્રમિતોનો આંકડો 1,10,63,491 થઇ ગયો છે. તેમજ કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો 1,56,825 થઇ ગયો છે.

Image Source

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 12,179 દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં 1,55,986 લોકોની સારવાર ચાલુ છે. બીજી તરફ કોરોનાના ટીકાકરણનું બીજુ ચરણ પણ શરૂ થઇ જશે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ ટીકાકરણ અભિયાન અંતર્ગતદેશમાં અત્યાર સુધી 1,34,72,643 લોકો કોરોના વાયરસનો ટીકો લગાવી ચૂક્યા છે.