ખબર

તૂટી જ ગયા તમામ રેકોર્ડ, 24 કલાકમાં 53000 થી વધુ કેસ આવતા ફફડાટ- મૃત્યુ કેટલા? જુઓ

દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઇ રહ્યુ છે. દેશમાં કોરોનાના વધતા કેસે ચિંતા વધારી છે. બુધવારે દેશમાં કોરોનાના 53 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસમાં પણ વધારો નોંધાયો છે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, છેલ્લે 23 ઓક્ટોબરે 54,350 કોરોનાના કેસ નોંધાયા હતા અને તે બાદ આ સંખ્યા સતત ઘટતી રહી હતી. તે બાદ કોરોનાના કેસમાં વધારો થતા આજે જે કેસ નોંધાયા છે તે સોથી વધુ કેસ છે.

દેશમાં કોરોનાના નવા કેસ 53,476 સામે આવ્યા છે, જયારે આ સાથે જ કુલ કેસ 1 કરોડ 17 લાખ 87 હજાર 534 પર પહોંચી ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,490 લોકોએ કોરોનાની જંગ જીતી છે.

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 251 મોત થઇ છે, તો આ સાથે જ મોતનો કુલ આંક 1 લાખ 60 હજાર 692 પર પહોંચી ગયો છે. નવા કેસ વધતાની સાથે એક્ટિવ કેસમાં પણ વધારો નોંધાયો છે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી 1 કરોડ 12 લાખ 31 હજાર 650 લોકોએ કોરોનાને માત આપી છે અને હવે એક્ટિવ કેસ 3 લાખ 95 હજાર 192 પર પહોંચી ગયા છે.