મનોરંજન

ઐશ્વર્યા અને અભિષેકની લાડલીએ કંઈક આવી રીતે કોરોના વોરિયર્સને પાઠવી શુભેચ્છા

ચીનના વુહાન શહેરમાંથી નીકળેલો કોરોના હાલ વિશ્વભરમાં હાહાકાર મચાવે છે. કોરોનાવધતા કહેરને લઈને દેશમાં 17 મે સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના મહામારી જીતવા માટે ડૉક્ટરોથી લઈને પોલીસકર્મીઓ સુધીના ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ રાત-દિવસ તનતોડ મહેનત કરે કરે છે. આ કોરોના વોરિયર્સને લોકો અલગ-અલગ અંદાજમાં સલામી આપી રહ્યા છે. ત્યારે અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાએ પણ કોરોના વોરિયર્સનો આભાર માન્યો છે.

 

View this post on Instagram

 

✨🥰❤️LOVE YOU OUR DADDYYY- AJJAAA FOREVER AND BEYOND 💖😘Our Guardian Angel Alllllways🥰🤗✨🌈💕✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા રાય બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક સ્કેચની તસવીર શેર કરી છે. આ સુંદર સ્કેચ ઐશ્વર્યા અને અભિષેકની લાડલી આરાધ્યાએ બનાવ્યું છે. આ કલરફુલ સ્કેચમાં આરાધ્યાએ કોરોના વોરિયર્સને સલામ કરી આભાર માન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આરાધ્યાએ પોતાના સ્કેચમાં સફાઈકર્મીઓ, શિક્ષકો, મેડિકલ સ્ટાફ, ડૉક્ટરો, પોલીસ, સેના, મીડિયાનો આ મુશ્કેલ ઘડીમાં લોકોની મદદ કરવા બદલ આભાર માન્યો છે. તો આ સાથે જ આરાધ્યાએ તેના આ સ્કેચમાં ઘરમાં રહેવાની, માસ્ક પહેરવાની અને સાબુથી હાથ ધોવાની પણ સલાહ આપવામાં આવી છે. આરાધ્યાએ આ સ્કેચમાં ત્રણ લોકોએ એક ઘરની અંદર હોવાનું દર્શાવ્યું છે. જેમાં અભિષેક, આરાધ્યા અને ઐશ્વર્યા છે. આરાધ્યાએ મમ્મી-પપ્પા અને પોતાના તરફથી કોરોના વોરિયર્સનો આભાર માન્યો છે.

 

View this post on Instagram

 

✨❤️✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

દીકરીએ બનાવેલું આ સુંદર સ્કેચ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં ઐશ્વર્યાએ લખ્યું હતું કે, “મારી ડાર્લિંગ આરાધ્યા તરફથી આભાર અને પ્રેમ.” સોશિયલ મીડિયા પર આરાધ્યા બચ્ચનનું આ સ્કેચ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, રવિવારે એરફોર્સે ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનો આભાર માનવા માટે પુષ્પવર્ષા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.