ખબર

અમેરિકામાં માણસો પર કોરોનની રસીનું સફળ ટ્રાયલ, જોવા મળી આશા અને ભારત સરકારે આપી જાણકારી

કોરોના વાયરસને કારણે 200 દેશમાં ફેલાયેલી મહામારી ને રોકવાં માટે બધાને રસીનો રાહ છે. જેના માટે બધા જ દેશ રાહ જોઈ રહ્યા છે. અમુક રસીનું તો જાનવર અને માણસો પર ક્લિનિકલ ટ્રાયલ ચાલુ કર્યું છે. આ વચ્ચે અમેરિકામાંથી એક આશાભરી ખબર સામે આવી છે. જ્યાં કોરોનાની રસીએ માણસ પર ટ્રાયલ કરતા પોઝિટિવ પરિણામો આવ્યા છે.

Image Source

બોસ્ટન શહેર સ્થિત રસી બનાવનારી કંપની બાયોટેક કંપની મોડર્નાના જણાવ્યા અનુસાર, માનવ શરીર પર રસી પરીક્ષણનું પ્રથમ તબક્કો સફળ રહ્યું છે. જે લોકોએ તેના પર પ્રયાસ કર્યો છે. તેઓએ શરીરની ઇમ્યુનીટી વધારી છે. આ રસીની ખુબ જ ઓછી સાઈડ ઇફેક્ટ સામે આવી છે.

Image source

મોડર્નાએ પ્રારંભિક તબક્કાના ટ્રાયલના પોઝીટિવ રિઝલ્ટ જોવા મળ્યું હતું કે, mRNA-1273નામના આ રસીના શરીર પર થોડી આડઅસર થઈ છે. જ્યારે રસીની અસરો સલામત હોવાનું જાણવા મળ્યું છે. કંપનીનો દાવો છે કે રસી અપાયેલી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ કોવિડ -19માંથી સાજા થયેલા દર્દીઓ કરતા બરાબર કે વધારે શક્તિશાળી હોવાનું જણાયું હતું.

Image Source

જણાવી દઈએ કે, રસી પ્રથમ 16મી માર્ચે સિએટલની કૈઝર પરમેન્ટે સંશોધન સુવિધામાં બે બાળકોની માતા જેનિફર, 43 વર્ષીય મહિલા પર લાગુ કરવામાં આવી હતી. માનવીય પરીક્ષણના પ્રથમ તબક્કામાં 18 થી 55 વર્ષની વયના 45 તંદુરસ્ત સહભાગીઓ શામેલ છે, જેમાંથી આઠ લોકોને શરૂઆતમાં રસી આપવામાં આવી હતી.

Image source

યુ.એસ.ના ટોચના ડ્રગ રેગ્યુલેટર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા રસી પરીક્ષણના આગલા તબક્કા માટે કંપનીને મંજૂરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે મોર્ડના એ અમેરિકન એવી પહેલી કંપની છે કે જેમણે રસી બનાવવાની આટલી આશાઓ દર્શાવી છે.

ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર (પીએસએ), પ્રો. કે. વિજય રાઘવાને જણાવ્યું હતું કે, અમે સામાન્ય લોકો માટે રસી આપીએ છીએ, માંદા અથવા લાસ્ટ સ્ટેજ દર્દીને નહીં, કારણ કે રસીની ગુણવત્તા અને સલામતી સંપૂર્ણ રીતે ચકાસાયેલ છે. તેમણે ઉમેર્યું,

આ રસી સામાન્ય રીતે 10-15 વર્ષમાં બનાવવામાં આવે છે અને તેની કિંમત આશરે 200 મિલિયન ડોલર છે. હવે અમારો પ્રયાસ છે કે તે એક વર્ષમાં બનાવવામાં આવે, તેથી એક રસી પર કામ કરવાને બદલે અમે તે જ સમયે 100 થી વધુ રસીઓ પર કામ કરી રહ્યા છીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.