વેક્સિન લગાવવા લાઇનમાં ઉભી હતી મહિલાઓ,અચાનક અંદરોઅંદર જ થઇ ગઈ માથાકૂટ,એકબીજાના વાળ પકડીને..

સોશિયલ મીડિયા પર વેક્સિન સેંટરના ઘણા વીડિયો અવાર નવાર વાયરલ થતા હોય છે. દેશભરમાં કોરોના વેક્સિન લગાવવા માટે અભિયાન જારી છે અને બધા જલ્દીથી જલ્દી વેક્સિન લગાવીને સુરક્ષિત થવા ઇચ્છે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વેક્સિન સેંટર પર મહિલાઓ વેક્સિન લગાવવા માટે ઝઘડતી જોવા મળી રહી છે.

વેક્સિન સેંટર પર મહિલાઓની લાંબી લાઇન લાગેલી છે. ગરમીના મોસમમાં બધી મહિલાઓ રાહ જોઇ ઘણી પરેશાન થઇ રહી હતી. વેક્સિન જલ્દી લગાવવા માટે લાઇનમાં ઊભેલી મહિલાઓ વચ્ચે ખૂબ જ મારપીટ થઇ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલાઓ પહેલા ચર્ચા કરે છે અને પછી માહોલ વધુ ગરમ થતા તેમની વચ્ચે મારપીટ થઇ  જાય છે. ત્યાં હાજર પુરુશો મહિલાઓનો ઝઘડો ખત્મ કરવાની કોશિશ કરે છે પરંતુ તે મહિલાઓ કોઇની પણ વાત સાંભળતી નથી. તમને જણાવી દઇએ કે, આ વીડિયો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં આવેલ વેક્સિનેશન સેંટરનો છે.

Shah Jina