ખબર

બ્રેકીંગ ન્યુઝ: ગમે ત્યારે લાગી શકે છે લોકડાઉન, મુખ્યમંત્રીએ તૈયાર રહેવાના આપ્યા આદેશ

ક્રિકેટ જગતમાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) પછી હવે યૂસુફ પઠાણ (Yusuf Pathan)પણ કોરોના પોઝિટિવ થયા છે. યૂસુફ પઠાણે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. સચિન અને યૂસુફ પઠાણ બંને હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. બંને ખેલાડીએ હાલમાં જ રાયપુરમાં યોજાયેલી રોડ વર્લ્ડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

ઇન્ડિયા લીજેન્ડ્સની ટીમ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. બંને ખેલાડીઓ પોઝિટિવ આવ્યા પછી અન્ય ખેલાડીઓ પણ શંકાના દાયરામાં આવી ગયા છે. જેમાં યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, એસ બદ્રિનાથ જેવા ખેલાડી છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં કોવિડની બીજી લહેરે ધૂમ મચાવી છે. એવામાં કોવિડ ટાસ્ક ફોર્સે રાજ્યમાં ફેલાતા ચેપને રોકવા માટે લોકડાઉન કરવાની ભલામણ કરી છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સમીક્ષા બેઠક બાદ કેટલાક સમય માટે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા સંમત થયા છે અને તેની તૈયારીનો આદેશ આપ્યો છે. CM બોલ્યા કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો તાળાબંધી થશે. તેમણે અધિકારીઓને આ માટે રોડમેપ બનાવવા કહ્યું છે.

રોજ મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે એના કારણે આઈસીયુ અને વેન્ટિલેટરની સંખ્યામાં વધારો કરવાનું કહેવામાં આવ્યું છે. ખાનગી ડોકટરોની ભરતી કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.