ખબર

ખૂબ જ ઘાતક કોરોના, RTPCR ટેસ્ટ પણ આપી રહ્યો છે દગો, સિન્ટમ્સ હોવા છત્તાં નેગેટિવ આવી રહ્યો છે રીપોર્ટ

કોરોનાની બીજી લહેર દેશ અને દુનિયા માટે ઘાતક સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં કોરોનાનો નવો સ્ટ્રઇન વધુ ઝડપી સંક્રમણ ફેલાવાની સાથે તે સાયન્ટ કિલર પણ સાબિત થઇ રહ્યો છે. નવા સ્ટ્રેઇન વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ નવા સ્ટ્રેઇનમાં કોરોનાના લક્ષણો હોવા છતાં પણ RT-PCR ટેસ્ટમાં કોરોના ડિટેક્ટ નથી થતો.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડાઈરેક્ટર ડોક્ટર આશીષ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં અમને એવા અનેક દર્દીઓ મળ્યા છે જેમને તાવ, ઉધરસ, શ્વાસ ચડવા જેવી સમસ્યા હતી અને તેમના સીટી સ્કેનમાં પણ હળવા રંગીન કે ગ્રે પેચ હતા. જે સીધી રીતે કોરોના સંક્રમિત હોવાની નિશાની છે. પરંતુ આમ છતાં તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા.

પ્રતિકાત્મક તસવીર

ડૉ. આશીષ ચૌધરીએ કહ્યું કે, અમે છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનેક દર્દી મળ્યા છે જેમને તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં સંક્રમણ હતું. સીટી સ્કેન કરાવતાં તેમના ફેફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા. તેને મેડિકલ ભાષામાં પૈચી ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી (patchy ground glass opacity) કહેવામાં આવે છે. તે કોવિડ-19નું એક વિશિષ્ટ લક્ષણ છે.

પ્રતિકાત્મક તસવીર

તેઓએ જણાવ્યું કે દર્દી બ્રોકોએલેવોલર લેવેજ (બીએએલ)થી પીડિત છે, જે એક ડાયગ્નોસ્ટિક ટેકનીક છે, તેમાં સંક્રમિતના મોં તથા નાકના માધ્યમથી ફેફસામાં એક લિક્વીડ આપવામાં આવે છે જે અંદર જઈને દ્રવનું પરીક્ષણ કરે છે. તેનાથી વિશ્લેષણની પુષ્ટિ થાય છે. ડૉ. ચૌધરીએ કહ્યું કે, આવી તમામ વ્યક્તિ જેમના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હતા, તે બધાના લેવેજ ટેસ્ટ કરવામાં આવ્યા. આ ટેસ્ટમાં આ તમામ કોરોના લક્ષણમાં પોઝિટિવ આવ્યા.

મેક્સ હેલ્થકેરમાં પલ્મોનોલોજી ડિવિઝનના ચીફ ડોક્ટર વિવેક નાગિયાએ કહ્યું કે 15-30 ટકા કોરોના દર્દીઓ આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. કોરોનાના લક્ષણો હોવા છતાં તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે છે. આ એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. કારણ કે આવા દર્દીઓ સતત વાયરસ ફેલાવાનું કામ કરી શકે છે. જો તેમને નોન કોવિડ એરિયામાં દાખલ કરાય તો તેઓ બીજા સામાન્ય દર્દીને પણ સંક્રમિત કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

તબીબના જણાવ્યાં મુજબ 15થી 20 ટકા પેશન્ટ એવા છે, જેમનામાં કોવિડના લક્ષણો છે પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે. કોરોનાના નવા સ્ટેઇનમાં કોરોનાના લક્ષણો પણ પહેલા કરતા બદલાયેલા જોવા મળી રહ્યાં છે. કોરોનાના નવા સ્ટેઇનમાં આંખ આવવી, ભારે શરદી જેવા લક્ષણો જોવા મળે છે. જે કોરોનાની પહેલી લહેરમાં જોવા ન હતા મળતાં.