ખબર

ભારતમાં કોવિડથી લાશોના ઢગલા થયા તો WHOએ આપ્યું મોટું નિવેદન

ભારતમાં કોરોનાનું સંકટ વધતુ જઇ રહ્યુ છે. સ્થિતિ ઘણી નાજુક છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના પ્રમુખે પણ આ મામલે દુ:ખ જતાવ્યુ છે. ભારત જે સમગ્ર દુનિયામાં કોરોના વેક્સિન સપ્લાય કરી રહ્યુ છે. આજે તેની હાલત સૌથી વધુ ખરાબ છે. WHOના ડાયરેક્ટર જનરલ ડો.ટેડ્રોસ અઘનોમ ઘેબ્રેસસે કહ્યુ કે ભારતમાં કોરોના સંકટ અત્યંત દુખદાઇ છે. આ દિલ તૂટવાથી પણ ઘણુ વધારે છે. અમે આવી સ્થિતિમાં ભારતનો સહયોગ કરવા તૈયાર છીએ.

પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘેબ્રેસિયસે કહ્યુ કે ભારતમાં સ્થિતિ દિલ દુઃખાવવા જેવી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ સ્થિતિ ખરાબ છે. ગત માર્ચે સતત કોરોનાના મામલામાં વધારો જોવા મળી રહ્યો છે. ટ્રેડરોસે કહ્યુ કે ડબ્લ્યૂએચઓ ભારતમાં જરુરી મદદ મોકલી રહ્યુ છે.

ભારતમાં કોરોના સંક્રમણના મામલામાં વધારાના કારણે ઓક્સિજન, રેમડેસિવિર સહિતની અનેક સ્વાસ્થ્ય સેવાઓની અછતના સમાચાર આવી રહ્યા છે. ત્યારે અનેક રાજ્યોમાં સ્થિતિ એ હદે વણસી છે કે સરકારે ઉદ્યોગોને બંધ કરી ઓક્સિજન દર્દી સુધી પહોંચાડી રહી છે. રાજધાની દિલ્હીમાં લોકડાઉન અને મહારાષ્ટ્રમાં કર્ફ્યૂ જારી છે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યુ WHO એ બધુ કરી રહ્યુ છે જે અમે કરી શકીએ છીએ. તેમણે કહ્યુ કે એજન્સી અન્ય વસ્તુઓની સાથે હજારો ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ, પ્રીફેબ્રિકેટેડડ મોબાઈલ ફીલ્ડ હોસ્પિટલ એન્ડ લેબ સપ્લાય મોકલી રહ્યા છે. તેમણે જાણકારી આપી છે કે સંગઠને પોલીયો અને ટીબી સહિત અન્ય કાર્યક્રમોના 2600થી વધારે એક્સપર્ટ્સને ભારતીય સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે મળીને કામ કરવાનું કહ્યુ છે.