ખબર

કોરોનાની બીજી લહેર બની રહી છે ખુબ જ ખતરનાક, આવી ગયા સૌથી ખરાબ સમાચાર

ભારતમાં ઉભી થેયલી કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક બની રહી છે. કોરોના સંક્રમિત લોકોના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે, તો આ બધા વચ્ચે જે બીજી એક પણ ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે અને તે કોરોનાથી વધતા મોતના આંકડાઓ. જેટલી ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે તેટલી જ ઝડપથી લોકો પોતાની જીવ પણ ગુમાવી રહ્યા છે. આ બદલાવ છેલ્લા 4 અઠવાડિયામાં જોવા મળ્યો છે.

Image Source

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રમાણે 8 માર્ચથી કોરોનથી થવા વાળી મોતના આંકડા પણ એટલી ઝડપથી જ વધ્યા છે જેટલી ઝડપથી કોરોનાના મામલા વધ્યા છે. આ દરમિયાન બંને મામલાઓમાં 345 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Image Source

8 માર્ચના રોજ જ્યાં મોતની સંખ્યા 96 હતી તો 4 એપ્રિલના રોજ તેની સંખ્યા 4.5 ઘણી વધીને 425 થઇ ગઈ. 29 માર્ચથી લઈને 4 એપ્રિલની વચ્ચે 2974 મોત દાખલ કરવામાં આવી હતી જે પાછળના અઠવાડીયાના મુકાબલામાં 59 ટકા વધારે હતી. આ દરમિયાન 1875 મોત નોંધવામાં આવી હતી. છેલ્લા બે અઠવાડિયાથી પણ મોતની સંખ્યામાં 51 ટકા અને 41 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એવામાં આવનારા અઠવાડીયામાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.

Image Source

તો બીજી તરફ કોવિડ-19ને લઈને આવતા 24 કલાકમાં જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને ચિકિત્સકોની સેન્ટ્રલ ટીમ મહારાષ્ટ્ર અને પંજાબની વિઝીટ કરશે. ઘણી ટીમો બનાવવામાં આવી રહી છે અને બધાને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

Image Source

થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ હાઈ લેવલની બેઠક કરી હતી અને વધતા કોરોના મામલા ઉપર સમીક્ષા પણ કરી હતી. બેઠકમાં મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢની હાલત ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

એક્ટિવ કેસની વાત કરીએ તો આપણું ભારત વિશ્વમાં ચોથા ક્રમે આવી ગયું છે અને છેલ્લા 24 કલાકમાં 631 લોકોના મોત નોંધાયા છે. આ સાથે જ ઘાતક સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 1,66,208 થઈ ગઈ છે. એક અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેરની તુલનામાં વધુ ઘાતક સિદ્ધ થઈ રહી છે.