ખબર

અરે બાપ રે…. આ રાજ્યમાં શાળાઓ ખુલવાની સાથે જ કોરોનાએ લીધો વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉધડો, આટલા બધા કેસ આવ્યા પોઝિટિવ

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણના કારણે છેલ્લા કેટલાય સમયથી શાળા કોલેજો બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યારે મહિનાઓથી બંધ રહેલી શાળાઓ ખોલવા માટે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય જાણે ખોટો પડતો હોય તેમ લાગી રહ્યું છે.

Image Source

હરિયાણાના બે શહેરની સ્કૂલોમાં કોરોનાએ ઘણા બાળકોને પોતાની ચપેટમાં લઇ લીધા છે. રેવાડીમાં સ્કૂલ ખુલ્યા બાદ પહેલીવાર  બાળકોની તપાસ કરવામાં આવી તો 12 સરકારી સ્કૂલોના 72 બાળકો પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારે રાજ્યમાં બધી જ સ્કૂલમાં ટેસ્ટિંગના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

Image Source

ત્યારબાદ પ્રશાસન દ્વારા સ્કૂલોને ત્રણ દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના ઘરવાળાની પણ તપાસ કરવામાં આવશે. સાવધાની માટે આખા ગામની સફાઈનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.

Image Source

કંઈક આવા જ હાલ હરિયાણાના જીંદ જિલ્લાના પણ છે. અહીંયા 11 બાળકો સાથે 8 શિક્ષકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ મામલાના સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ થઇ ગયું છે. બધી જ શાળાઓમાં કોરોનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસની દસ્તક બાદ સ્કૂલોના ખુલવા ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

Image Source

હરિયાણા સરકારના અધિકારીનો જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં કોરોના કેસ વધવાના કારણે તેમને ત્યાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં  વધારો થઇ રહ્યો છે. કારણ કે દિલ્હી અને હરિયાણા  વચ્ચે લોકોની  અવર-જ્વર પહેલાની જેમ થઇ ગઈ છે. આ દરમિયાન માસ્ક ના પહેરવા અને સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન ના કરવાના કારણે મામલા ઝડપથી વધી રહ્યા છે.

Image Source

હરિયાણામાં સ્કૂલોના બાળકો કોરોના પોઝિટિવ મળી આવવા ઉપર કોંગ્રેસે ખટ્ટર સરકાર ઉપર નિશાન સાધ્યું છે. તેના ઉપર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજ દ્વારા પલટવાર કરતા કહેવામાં આવ્યું છે કે સરકાર બધા જ જરૂરી પગલાં ભરી રહી છે.