‘આ કોરોનાની દવા છે’ એમ કહીને નકલી સ્વાસ્થ્યકર્મીએ આપી દીધા ઝેરના ટીકડા, મા-દીકરી સહિત એક જ પરિવારના 3 લોકોએ ગુમાવ્યા જીવ

તમિલનાડુમાં કોરોનાની દવાના નામ પર ઝહેરની ગોળી આપવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ત્રણ લોકોની મોત થઇ ગઇ છે. ત્યાં જ એકની હાલત ગંભીર છે. આ મામલો ઉધાર પૈસા સાથે જોડાયેલ છે. જે પરિવારને ઝહેર આપવામાં આવ્યુ તેમણે કોઇને ઉધાર આપ્યુ હતુ, જયારે આ લોકો પૈસાની માંગ કરી રહ્યા તો તેણે આવુ કર્યુ.

પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે, ઇરોડના રહેવાસી 43 વર્ષિય કલ્યાણસુંદરમે 72 વર્ષિય કરુપ્પનકાઉંડરને કેટલાક મહિના પહેલા 15 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. કલ્યાણસસુંદરમ પૈસા પાછા માંગી રહ્યા હતા પરંતુ કરુપ્પનકાઉંડર પૈસા પાછા આપવામાં અસમર્થ હતો. કેટલાક દિવસો સુધી પૈસા પાછા ન મળવાને કારણે કલ્યાણસુંદરમે કરુપ્પનકાઉંડર અને તેના પરિવાસને ખત્મ કરવાનું પ્લાનિંગ કર્યુ.

આ ઘટનાને અંજામ આપવા માટે તેણે સબરી નામના વ્યકિત સાથે મળીને એક પ્લાન બનાવ્યો. તેમાં સબરીને સ્વાસ્થ્ય વિભાગનો કર્મચારી બનાવ્યો અને 26 જૂનના રોજ ત્યાં જઇને સબરીએ પરિવારને ઉધરસ, શરદી વગેરે તો નથી એમ કરીને કેટલીક ગોળીઓ આપી અને કહ્યુ કે આ ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટેની દવા છે જે કોરોનાથી રક્ષા કરે છે.

તે બાદ સબરીએ તે પરિવારને ગોળી આપી અને પરિવારે લઇ લીધી તેમજ ઘરમાં કામ કરનાર કામવાળીએ પણ લીધી. જે બાદ ચારેય બેહોશ થઇ હયા અને પાડોશીઓએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ ત્રણ વ્યક્તિની મોત થઇ ચૂકી હતી જયારે એકની હાલત ગંભીર હતી. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેને હવે 15 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

Shah Jina