ખબર

આ 5 રાજ્યોમાં છે કોરોનાના 80% કેસ, કેસની સંખ્યામાં જલ્દી જ વિદેશને પણ પાછળ છોડી દેશે ભારત- છેલ્લા 24 કલાકમાં અધધધધ

ભારતમાં લોકડાઉનના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ભારતમાં શુક્રવારે સૌથી વધુ કેસ નોંધાયા હતા. ભારતમાં કેસની સંખ્યા 1.25 લાખ સુધી પહોંચી ગઈ છે. ભારતમાં વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,શુક્રવારે ભારતમાં સૌથી વધારે સંક્રમિત કેસ આવ્યા છે. શુક્રવારે 6008 સાથે નવા કેસની સંખ્યા 125,101 થઇ ગઈ છે.

Image Source

ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 69,551 છે. આ સાથે જ 5 રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોનાના 80 ટકા કેસ જોવા મળી રહ્યા છે. જે રીતે કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે તે જોતાં લાગે છે કે હવે ભારત ઈટલી બાદ ફ્રાંસથી પણ આગળ નીકળી જશે.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકિત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે મૃત્યુ દર 19 મેના રોજ 3.13 ટકા હતો તે ઘટીને 3.02 ટકા પર આવી ગયો છે. હવે નિવારણ પગલા અને કેસ મેનેજમેન્ટ ક્લિનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ICMR અધિકારીના જણાવ્યા અનુસાર કોવિડ -19 માટે શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધી 27 લાખ 55 હજાર 714 તપાસ કરવામાં આવી છે, જેમાં એક દિવસમાં એક લાખ 3829 કેસની તપાસ કરવામાં આવી હતી.

વિશ્વમાં એક્ટિવ કેસની વાત કરીએ તો ભારત આશરે 69 હજારની સંખ્યા સાથે પાંચમાં ક્રમે છે. ભારત કરતાં ફક્ત અમેરિકા, રશિયા, બ્રાઝિલ અને ફ્રાંસમાં વધુ એક્ટિવ કેસ છે.

કોરોનાના એક્ટિવ કેસથી લઈને મૃત્યુ સુધીમાં અમેરિકાની સ્થિતિ દરેક કિસ્સામાં સૌથી ખરાબ છે. કુલ 16.25 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી 11.46 લાખ એક્ટિવ કેસ છે. અહીં લગભગ 3.83 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 96 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

Image source

શુક્રવારે પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોવિડ -19 ના 51,824 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે, જે કુલ કેસના આશરે 41 ટકા છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 3234 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.