ખબર

કોણ કહે છે કોરોના ઓછો થયો? દેશમાં આજે પણ 24 કલાકમાં નોંધાયા અધધધ કેસ, જાણો

દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ 1 હજાર 228 નવા કેસ નોંધાયા હતા. સારા સમાચાર એ છે કે જ્યારે 3 લાખ 19 હજાર 469 લોકો સાજા થયા અને 4,191 લોકોનાં મોત થયાં. આ મહામારીમાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોનો સૌથી મોટો આંક છે.

મહારાષ્ટ્ર્, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં કોવિડ-19ના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જ્યારે કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઓડિશામાં સંક્રમણનો દર સતત વધી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને જણાવ્યું કે, જે લાભાર્થીઓ કોવિડ-19 વેક્સિનના બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે તેમને પ્રાથમિકતા આપવી જોઈએ અને વેક્સિનેશનનો કાર્યક્રમ સમય પર પૂરો થવો જોઈએ.

દેશભરમાં ઓક્સિજનને કારણે અફરાતફરીનો માહોલ છે ત્યારે હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે કેન્દ્ર સરકાર પાસે મોટી માંગ કરી છે. અનિલ વિજે કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન સપ્લાય વાહનો સેના અને અર્ધલશ્કરી દળોને સોંપવા જોઈએ. અનિલ વિજે કહ્યું કે જો એક પ્લાન્ટ અટકી જાય તો લોકોનો શ્વાસ અટકી જાય છે. સતત ઓક્સિજનનો જથ્થો મળતો રહે તે જરૂરી છે.

ચિંતાની વાત એ પણ છે કે દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.