ખબર

મોટો ખુલાસો: ફક્ત આટલા જ દિવસોમાં કોવિડ 19 ના કેસો 40થી 60 હજાર થયા, હવે ડરી રહ્યા છે લોકો અને આગળના દિવસોમાં…

કોવિડ 19 એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને રોજના હજારો લોકો મૃત્યુ પામે છે. ભારતમાં કોવીડ 19 ના કેસોની સંખ્યા 60 હજારને પાર કરી ચુકી છે તેનું સૌથી મોટું કારણ સતત 4 દિવસમાં 3000થી વધુ કોરોનાના મામલા સામે આવી ચુક્યા છે. 3 મે તારીખે કોરોનાના કુલ મામલા 40 હજારની નજીક હતી અને માત્ર 6 દિવસમાં આ આંકડો 60 હજારના સ્તરને પાર કરી ગયો છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે, જ્યાં હવે મામલા ચાર ડિજિટમાં મળવા લાગ્યા છે. મહત્વનું છે કે સરકારે ડિક્લેર કરેલું લોકડાઉન દેશભરમાં 17 મે સુધી ચાલશે.

શનિવારે 113 લોકોના મોત બાદ મૃત્યુ પામનાર દર્દીની સંખ્યા 2000ના સ્તરને પાર કરી ગયો છે. શનિવારે મૃત્યુ પામનારની અત્યાર સુધીની બીજી સૌથી મોટી સંખ્યા છે. શનિવારે કુલ 3171 નવા મામલા સામે આવ્યા છે, ત્યારબાદ કોવીડ 19 ના કુલ મામલાની સંખ્યા 62,915 થઈ ગઈ છે. પરંતુ ગ્રોથ રેટ ઘટવાનો શરૂ થઈ ગયો છે. શનિવારે તે 6.8 ટકા હતા, જે બે દિવસ પહેલા 7.1 % હતો.

આંધ્રપ્રદેશ રાજ્યમાં 3 નવા કેસ નોંધાયા, આ સાથે કુલ કેસનો આંકડો 1930 થયો. જ્યારે 3 નવા દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 44 થયો છે. કેરળમાં છેલ્લા 4 દિવસોથી એકપણ કોરોના કેસ નહોતા નોંધાયા, જ્યારે શનિવારે બે કેસ નોંધાયા. આ બંને દર્દી આરબ દેશથી પાછા આવ્યા હતા. તેમને કોચી અને કોઝિકોડની હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે, જ્યારે અન્ય પેસેન્જરોને સર્વેલન્સમાં રાખવામાં આવ્યા છે. કેરળમાં અત્યાર સુધીમાં 505 કોરોના કેસ નોંધાયા છે, જેમાંથી હાલમાં 17 દર્દી સારવાર હેઠળ છે.

ગુજરાતમાં સ્પીડથી કોવીડ 19 ના કેસો નોંધાઈ રહ્યા છે, જ્યાં 24 કલાકમાં 394 નવા કેસ સામે આવ્યા છે અને 23 મૃત્યુ થયા છે. ત્યાં અત્યાર સુધી 7797 કેસ નોંધાઈ ચુક્યા છે અને 472 લોકોના મોત થઈ ચુક્યા છે, જે દેશમાં બીજો સૌથી મોટો આંકડો છે. માત્ર અમદાવાદમાં નવા 280 કેસ નોંધાયા અને 20 મર્યા થયા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.