જો તમને કોરોનાના હળવા લક્ષણ જણાય તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય

દેશી આયુર્વેદિક આ સરળ ઉપાય કરો પછી જુઓ કમાલ

ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધી સમગ્ર વિશ્વના લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે ઉપાય સ્વાસ્થ્ય દિશા નિર્દેશોનું પાલન કરવું છે. નિયમિત રીતે સાફ સફાઇ કરતા રહેવું આવશ્યક છે, ખાસ કરીને તો કોરોના વાયરસના સંક્રમણથી બચવા વારંવાર હાથ ધોવા જરૂરી છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તો, તમે બીજાની તુલનામાં કોરોના વાયરસના સંક્રમણ સામે બચવામાં સફળ રહેશો.

Image Source

આવામાં જો તમને કોરોનાના હળવા લક્ષણ જણાય તો તમે કેટલાક આયુર્વેદિક ઉપાય કરી શકો છો. કોરોના વાયરસથી બચવા માટે તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન આપો. તાવ, ઉધરસ અને થાક એ કોરોનાના સામાન્ય લક્ષ્ણો છે. જો કે, આ લક્ષણ જોવા મળે ત્યારે ડોકટરને બતાવવુ જરૂરી છે પરંતુ જો તમે તમારા ખાવા-પીવા અને દિનચર્યામાં કેટલાક પરિવર્તન કરો તો તમારી પ્રતિરોધક ક્ષમતા વધશે અને તમે શ્વાસ સંબંધિત સંક્રમણથી બચશો.

Image Source

કોરોના વાયરસના ગંભીર લક્ષણો જોવા મળે તો તેમને કોઇ પણ ઉપાય કરવાની જગ્યાએ જલ્દી જ સારવાર કરાવવી જોઇએ. જેને કોરોનાના હળવા લક્ષણો હોય અને તેમને જો હેમ ક્વોરેન્ટાઇન થવાની સલાહ આપી હોય તો તેઓ આ આયુર્વેદિક ઉપાય કરી શકે છે.

Image Source

જો શ્વાસ સંબંધી લક્ષણ હોય તો, ઉકાળો પીવો જોઇએ. ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા 2 ગ્લાસ પાણીને બરાબર ઉકાળીને તેમાં અડધી ચમચી સૂકા આદુનો પાવડર, કાળા મરીનો પાવડર અને તુલસીના પત્તા તેમજ તેનો સ્વાદ જો તમે સારો લાવવા માંગતા હોવ તો તમે તેમાં ગોળ નાખી શકો છો.

Image Source

જો તમને કોરોનાના પ્રત્યક્ષ લક્ષણ છે તો, વ્યાયામ કરો. યોગ પણ એવી સ્થતિમાં લાભ પહોંચાડષે. આ માટે રોજ પ્રણાયામ કરો.

Image Source

શાકભાજીઓને કાચી ન ખાઓ અને તેને બરાબર પકવીને ખાઓ, સૌથી વધારે કારેલા અને દૂધી જેવી શાકભાજી ખાવી જોઇએ. ટામેટા, રીંગણ, શિમલા મિર્ચ જેવી શાકભાજીઓને ઓછી વાપરો.

તાજો અને ગરમ ખોરાક લો આ ઉપરાંત બપોરે અને રાત્રે જમતા સમયે મગની દાળનો સૂપ એ પણ મીઠા વગરનો પીવો. રાત્રે મોડા ન જમો અને 7 વાગ્યા સુધી જમી લો. તમે જેટલી પણ વાર ખાઓ ભર પેટ ન ખાઓ.

રાત્રે 8 કલાક જેટલી ઊંધ લો. કારણ કે શરીરમાં સૂતા વખતે પ્રતિરેધક ક્ષમતા વધવાની પ્રક્રિયા શરૂ થાય છે. ધ્યાન રહે કે દિવસમાં ન ઊંધો.

Image Source

કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે સૌથી જરૂરી છે કે તમે નિયમિત નવસેકુ પાણી પીવો. શરીરની ઇમ્યુન સિસ્ટમને તંદુરસ્ત રાખવા માટે નિયમિત આમળા, એલોવેરા, ગિલોય, નીંબૂનો રસ અને જયૂસ પીવો જોઇએ.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પાણીમાં તુલસીના રસના કેટલાક ટીંપા પણ નાખીને પાણી પી શકો છો.

ગરમ દૂધમાં હળદર નાખીને પી શકો છો. જો તમે ચા પીવાના શોખીન છો તો, નિયમિત 10-15 તુલસીના પત્તા, 5-7 કાળા મરી અને આદુ વાળી ચા નિયમિત પીઓ.

Shah Jina