ખબર

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધ્યો, સુરતમાં મોતનો આંકડો ભયાનક- 1110 નવા કેસો નોંધાઈ ગયા અને

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19નો ભારતમાં રાફડો ફાટ્યો છે. ભારતમાં કુલ કેસ 14 લાખ 12 ઉપર ટપી ગયા છે. એવામાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 5 દિવસથી કોરોનાનાં કેસ 1000થી વધુ આવી રહ્યા છે ત્યાં જ આજે પણ રાજ્યમાં કોરાનાનાં અત્યાર સુધીના સૌથી વધુ 1110 કેસ નોંધાયા છે. હાલ કુલ કેસોની સંખ્યા વધીને 55,852એ પહોંચી છે. લાસ્ટ 24 કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ 450થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 21 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2326એ પહોંચ્યો છે. જ્યારે 753 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.

ન્યુ કેસોની વાત કરીએ તો સુરત કોપોરેશન 201, અમદાવાદ કોપોરેશન 152, સુરત 98, વડોદરા કોપોરેશન 79, રાજકોટ કોપોરેશન 52, બનાસકાંઠા 35, અમરેલી 39, દાહોદ 30, નર્મદા 26, સુરેન્દ્રનગર 24, છોટા ઉદેપુર 22, પાટણ 22,રાજકોટ 20, કચ્છ 20, ભરૂચ 19, ગીર સોમનાથ 18, જુનાગઢ કોપોરેશન 18, મહેસાણા 18, નવસારી 18, પંચમહાલ 18, ભાવનગર કોપોરેશન 17, વલસાડ 15, ભાવનગર 14, સાબરકાંઠા 14, ગાંધીનગર 13, વડોદરા 13, અમદાવાદ 11, આણંદ 11, મોરબી 10, ખેડા 9, તાપી 9, જામનગર કોપોરેશન 8, ડાંગ 6, પાટનગર ગાંધીનગર કોપોરેશન 6, જામનગર 6, બોટાદ 5, દેવભૂમિ દ્વારકા 4, અરવલ્લી 3, મહીસાગર 3, જુનાગઢ 2, પોરબંદર 2 કેસો નોંધાયા છે.

સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં કુલ 40365 નાગરીકો સાજા થઈ ગયા છે. 2326ના મૃત્યુ થયા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.