સુરતમાં ડીજેમાં નાચતા નાચતા અચાનક જ ભાઈનું થયું મૃત્યુ, લગ્નના ગીતોને બદલે મરશીયા ગવાયા

ગુજરાતમાંથી અવાર નવાર મોતના અનેક ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા હતા. કેટલાક દિવસ પહેલા સુરતના અરેઠ ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નાચતા નાચતા વરરાજાનું મોત થયુ હતુ. આ મોતનું કારણ હાર્ટ એટેક હતુ. ત્યારે આવો જ એક કિસ્સો ફરીથી સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં ડીજે પાર્ટીમાં નાચતા નાચતા યુવતિના પિતરાઇ ભાઇનું મોત નિપજ્યુ હતુ. આ વાત પરથી કહી શકાય કે મોત કયારે અને કયા બહાને આવે તેનો કોઇ અંદાજ લગાવી શકાતો નથી. ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇ કારણસર લગ્નપ્રસંગોમાં માતમ છવાઇ જતો હોય છે.

ઘટનાની વિગત જોઇએ તો, સુરતના ઓલપાડના કનાજ ગામે એક યુવતિના લગ્ન હતા અને લગ્ન પ્રસંગને લઇને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બધા ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા, કન્યાનો 19 વર્ષિય પિતરાઇ ભાઇ પણ બધાની જેમ ડીજેના તાલે ઝૂમી રહ્યો હતો, ત્યારે અચાનક જ તેનું રહસ્યમય સંજોગોમાં નિધન થઇ ગયુ. મૃતક સુનીલ માતા-પિતાના નિધન બાદ મોટા ભાઇની સાથે રહેતો હતો અને પરિવાર ખેત મજૂરી કરતો હતો. સુનીલ તેના ભાઇને આર્થિક રીતે મદદ પણ કરતો હતો.

ત્યારે આ રીતે તેનું મોત થઇ જતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સુનીલના મિત્રો અનુસાર જયારે બધા નાચી રહ્યા હતા ત્યારે અચાનક સુનીલ નાચતા નાચતા બાકડા પર બેસી હયો અને તે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત ગણાવ્યો હતો. જો કે, એવી માહિતી પણ સામે આવી છે કે, તેને છાતીમાં દુખાવો ઉપડવાની ફરિયાદ બાદ 108ને ફોન કરવામાં આવ્યો હતો.

પરંતુ 108ને આવવામાં મોડુ થતા તેને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જો કે, તેનું સારવાર પહેલા જ મોત થયુ હતુ. જયાં પિતરાઇ બહેનના લગ્નના ગીતો ગવાતા હતા, ત્યાં સુનીલના મોત બાદ હવે મંગળ ગીતોની જગ્યાએ હવે મરશીયા ગાવાનો વારો આવ્યો છે.

Shah Jina