ભાવનગરમાં સગીર પિતરાઈ ભાઈ બહેને પ્રેમમાં એક ના થઇ શકવાના કારણે ટ્રેન નીચે પડતું મૂકીને કરી લીધો આપઘાત, ઘર છોડીને ભાગી ગયા અને આખરે મોતને વ્હાલું કર્યું

ભાઇ-બહેનના પ્રેમ સંબંધનો કરૂણ અંત, ઘર છોડીને ભાગી ગયા અને આખરે મોતને વ્હાલું કર્યું, હે ભગવાન, કેવો કળયુગ છે આ….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ઘણા નાની ઉંમરના વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના ભારના કારણે અથવા રિઝલ્ટ નબળું આવવાના કારણે પણ મોતને વ્હાલું કરી દેતા હોય છે. તો ઘણા પ્રેમી પંખીડા પણ સમાજ અને પરિવારની બીકે અને એક ના થઇ શકવાના કારણે પણ મોતને વહાલું કરી લેતા હોય છે.

આવો જ એક મામલો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં સગીરવયના કિશોર અને કિશોરી પિતરાઈ ભાઈ-બહેન થતા હોવાના કારણે પ્રેમમાં એક ના થઇ શકવાના હોઇ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.આ ઘટનાને લઈને તેમના ભાવનગરના સિહોર નજીક આવેલા ગામ રાજપરામાં ચકચારી મચી ગઈ હતી અને એક જ ગામમાં બે મોતના કારણે સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.

આ બાબતે પ્રાપ્ત માહતી અનુસાર સિહોરના રાજપરા ગામમાં રહેતા 17 વર્ષીય ચેતન મેહુલભાઈ મકવાણાને તેની પિતરાઈ બહેન 14 વર્ષીય પ્રિયાંશી સતિષભાઈ મકવાણા સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. તેમના સંબંધો વિશેની તેમના પરિવારને પણ જાણ નહોતી. ત્યારે ચેતન ઘરેથી સાળંગપુર દર્શન કરવા માટે કહીને નીકળ્યો હતો અને પ્રિયાંશી તેના મામાના ઘરે કરદેજ રોકાઈ હતી અને ત્યાંથી તે પણ ગામના મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી.

ત્યાંથી જ બંને લોકો સાથે નીકળી ગયા હતા. આ બંને 19 માર્ચના રોજ ઘરેથી નીકળ્યા હતા. જેના બાદ બંનેને લાગ્યું કે તે પોતાના પ્રેમમાં એક નહિ શકે અને તેમના લગ્ન પણ નહિ થઇ શકે એવી બીકના કારણે તેમને જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું અને વહેલી સવારે સિહોરના ખાખરીયાના પાટિયા પાસે ઓખાથી ભાવનગર આવી રહેલી ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું. આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel