વડોદરા : 8 વર્ષના બાળક સાથે ગંદુ કૃત્ય આચરી હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી ખતરનાક સજા, જાણીને ખુશ થઇ જશો

વડોદરામાં 8 વર્ષના બાળક સાથે ગંદુ કૃત્ય કરી બાળકની ડોકી ‘કટ’ અવાજ ન આવે ત્યાં સુધી મરડીને મારી નાખનાર નરાધમને કોર્ટે આપી ખતરનાક સજા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો વધી રહ્યા છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ સંબંધ કે લગ્નેતર સંબંધમાં હત્યા કરવામાં આવતી હોય છે.  ઘણીવાર કોઇ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવતુ હોય છે અને પછી પકડાઇ જવાના ડરથી પણ પીડિતની હત્યા કરી નાખવામાં આવતી હોય છે. ત્યારે વડોદરાના સાવલીના છાલીયેર ગામે 8 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ અને તેની સાથે ગંદુ કૃત્ય આચરી તેની હત્યા નિપજાવવામાં આવી હતી. આ કેસ વર્ષ 2016માં નોંધાયો હતો, જેમાં દોષિત યુવકને સાવલી કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે અને મૃતક બાળકના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો છે.

આરોપી ધીરેન્દ્રસિંહ પુવાર ઠાકોરને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ 2016માં વડોદરાના ડેસરના છાલીયેર ગામે ધોરણ-2માં અભ્યાસ કરો 8 વર્ષનો બાળક અચાનક સાંજે ગુમ થઈ ગયો હતો અને તે બાદ પરિવારે અને આસપાસના લોકોએ એટલે કે ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરિવારે સાવલી, કાલોલ તેમજ છાલીયેર ગામના કોતરો અને આજુબાજુ ગામોમાં શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો હતો નહિ. બાળક ન મળી આવતા ડેસર પોલીસને જાણ કરવામાં આવી હતી અને તે બાદ પોલીસ હરકતમાં આવી હતી. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ત્યારે બાળકના કાકાના છોકરાના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો કે તમારો પુત્ર મારા કબજામાં છે તેને છોડાવવા 10 લાખ રૂપિયા સાવલી આપવા આવો. આ મેસેજ બાદ પોલિસે તપાસ કરી તો તેનું લોકેશન છાલીયેરનું મળતું હતું. જે બાદ ગામમાં સઘન તપાસ કરતા ધીરેન્દ્રસિંહ પુવાર પર શંકા ગઈ હતી. જેથી તેની કડક પૂછપરછ કરવામાં આવી તો તે ભાંગી પડ્યો અને તેણે જણાવ્યુ કે, બાળક તેના ઘરમાં પહેલા માળે છે.

આરોપીએ કબૂલ કરતા જ પોલીસ અને ગામલોકો ધીરેન્દ્રસિંહને લઈને તેના ઘરે ગયા ત્યારે તેમણે બાળકની લાશ દોરડાથી હાથ બાંધેલી હાલતમાં જોઇ હતી. આ બાદ તેઓ સૌ કોઇ ચોંકી ગયા હતા. તેણે જણાવ્યુ કે, તેણે બાળકને ફટાકડા આપવાને બહાને બોલાવ્યો અને પછી તેની સાથે ગંદુ કૃત્ય આચર્યુ. તે બાદ તે બૂમો પાડી રહ્યો હતો ત્યારે તેણે તે બાળકનું ગળુ દબાવ્યુ અને પછી તેની લાશને સંતાડી ખોખામાં પેક કરી હતી.

આરોપીએ ગુનાની કબૂલાત કર્યા બાદ પોલીસે અપહરણ અને હત્યાની કલમો સહિત ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ મામલે હવે સાવલી કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે.  ન્યાયાધીશે સજાની બહાલી માટે એસલ રેકોર્ડ હાઇકોર્ટ મોકલી આપવાનો પણ આદેશ કર્યો હતો. આરોપીના ચહેરાના હાવભાવ અને તેની વર્તણૂક જોતા તેમાં કોઈ સુધારો આવે કે પુન:સ્પાપન કરી શકાય તેવા સંજોગો જોવા મળતા નથી તેવું ન્યાયાધીશે નોંધ્યુ હતુ.

Shah Jina